અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં નવા પાંચ જજની નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પાંચ ન્યાયાધીશની નિંમણૂક કરવામાં આવી છે. પાંચ જ્યુડિશિયલ ઓફિસરને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક આપવામાં આવી છે. પાંચ જ્યુડિશિયલ ઓફિસરને ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં સુસાન પિન્ટો તેમજ હસમુખ સુથાર તેમજ જીતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે અને દિવ્યેશ જોષીની નિમણૂંક કરવામાં આવી છે. આગામી દિવસોમાં હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરશે.
ADVERTISEMENT
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણી નિવૃત થયા
ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી નિવૃત્ત થતા તેમના સન્માનમાં હાઇકોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂંક કરી છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ટ્વીટના માધ્યમથી આ અંગે માહિતી આપી હતી. ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીની નિવૃત થતાં ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂક કરાઈ છે. હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ મુળ વડોદરાના વતની છે.
દેસાઇના પિતા પણ હાઇકોર્ટમાં જજ રહી ચુક્યાં છે
જસ્ટિસ એ.જે દેસાઇ મુળ વડોદરાના વતની છે. તેમના પિતા પણ હાઇકોર્ટના જજ રહી ચુક્યા છે. 2011 માં હાઇકોર્ટમાં એડિશનલ જજ તરીકે તેમની નિમણુંક થઇ હતી. અમદાવાદની સેન્ટ ઝેવીયર્સ કોલેજમાથી અર્થશાસ્ત્ર સાથે તેઓ ગ્રેજ્યુએટ થયા હતા. એ.જે દેસાઇ આસિસ્ટન્ટ ગવર્નમેન્ટ પ્લીડર તરીકે નિમણુંક પણ થઇ ચુકી છે. ગવર્નમેન્ટ પ્લીડર તરીકે નિમણૂંક થઇ હતી. પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ નિમણૂંક કરાઇ હતી.
ADVERTISEMENT