BIG Breaking: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની લાંબી પુછપરછ બાદ ધરપકડ, ED અને દિલ્હી પોલીસે કરી અટકાયત

દિલ્હીના સીએમની ધરપકડ કરવામાં આવી છે. એસીપી રેન્કના ઘણા અધિકારીઓ સીએમ આવાસ પર પહોંચ્યા છે. 6 થી 8 અધિકારીઓ સીએમ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે. કેજરીવાલના ઘરમાં સર્ચ ચલાવાઇ રહ્યું હોવાનું પણ પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. 2 કલાકની પૂછપરછ બાદ ED એ ધરપકડ કરી છે.

BIG Breaking

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની લાંબી પુછપરછ બાદ ધરપકડ

follow google news

Delhi Excise Policy Case: દિલ્હીના સીએમની ધરપકડ કરવામાં આવી છે. એસીપી રેન્કના ઘણા અધિકારીઓ સીએમ આવાસ પર પહોંચ્યા છે. 6 થી 8 અધિકારીઓ સીએમ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે. કેજરીવાલના ઘરમાં સર્ચ ચલાવાઇ રહ્યું હોવાનું પણ પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. 2 કલાકની પૂછપરછ બાદ ED એ ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. આ દરમિયાન, કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.

ગુરુવારે કોર્ટમાં શું થયું?

સીએમ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આ પહેલા ગુરુવારે કોર્ટે કહ્યું હતું કે, મુખ્યમંત્રી કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી. ED ના સમન્સ પર, કેજરીવાલ પૂછપરછ માટે હાજર નહોતા રહેતા. તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જશે તો તેમની ધરપકડ કરવામાં ન આવે તેવી બાંહેધરી આપવામાં આવે. જેના જવાબમાં કોર્ટે કહ્યું કે, કેજરીવાલે સમન્સના જવાબમાં ED સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.

ED સમન્સના કેસમાં દિલ્હી હાઈકોર્ટે ED પાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પુરાવા માંગ્યા હતા. આ પછી EDના અધિકારીઓ પુરાવા સાથે જજની ચેમ્બરમાં પહોંચ્યા. માનવામાં આવી રહ્યું હતું કે પુરાવા જોયા બાદ જજ આજે જ આ કેસમાં મોટો નિર્ણય લઈ શકે છે. ગુરુવારે સાંજે, કોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી અને સીએમ કેજરીવાલને રાહત આપી ન હતી. હાલ મળી રહેલા સમાચારો અનુસાર અરવિંદ કેજરીવાલના ઘરે ઇડી દ્વારા સર્ચ ઓપરેન ચલાવાઇ રહ્યું છે. દિલ્હી હાઇકોર્ટના આજના વલણને જોતા કાલે ચુકાદો આપે તે પહેલા જ ઇડી કેજરીવાલની ધરપકડ પણ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે પ્રકારે પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવ્યો છે તેને જોતા ગમે તે ઘડીએ ધરપકડ થાય તેવી શક્યતાઓ છે. મોટા પ્રમાણમાં પોલીસ દળ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓનો પણ ખડકલો કરી દેવામાં આવ્યો છે. જેને જોતા ગમે તે ઘડીએ કેજરીવાલની ધરપકડ થઇ શકે તેવી શક્યતા સુત્રો વ્યક્ કરી રહ્યા છે.
 

    follow whatsapp