નવી દિલ્હી : પીએમ મોદીની મુલાકાત પહેલા દૌસામાં એક હજાર કિલો વિસ્ફોટકો મળી આવતા ચકચાર મચી છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વિસ્ફોટકોનો ઉપયોગ ગેરકાયદે માઈનિંગમાં થવાનો હતો. જોકે, પીએમની મુલાકાત સાથે તેની કોઈ કડી છે કે કેમ તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
રાજસ્થાનના દોસામાં વિસ્ફોટક ઝડપાતા ચકચાર
રાજસ્થાનના દૌસામાં એક હજાર કિલો વિસ્ફોટકો ઝડપાયા છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. તેની પાસેથી 65 ડિટોનેટર અને 13 વાયર પણ મળી આવ્યા છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ વિસ્ફોટકનો ગેરકાયદે માઈનિંગમાં ઉપયોગ થવાનો હતો. 12મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાના ઉદ્ઘાટન માટે દૌસા આવી રહ્યા છે. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ એલર્ટ પર છે.
પોલીસ નાકાબંધીમાં વિસ્ફોટક સહિતની સામગ્રી જપ્ત
દરમિયાન, ગુરુવારે પોલીસની નાકાબંધી દરમિયાન વિસ્ફોટકોનો જંગી જથ્થો મળી આવ્યો છે. પીએમની મુલાકાત સાથે કોઈ કડી નથી તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. 65 ડિટોનેટર, 360 વિસ્ફોટક બોલ, 13 કનેક્ટિંગ વાયર મળી આવ્યા છે. આ મુદ્દામાલ ભાંકરી રોડ પરથી મળી આવ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રાજેશ મીણા તરીકે થઈ છે. પીએમની મુલાકાત સાથે તેની કોઈ કડી છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે અને પૂછપરછ ચાલી રહી છે.
ખનન માટે લવાયો હોઇ શકે છે વિસ્ફોટ
જો કે ઉડાણપુર્વક તપાસ બાદ સત્ય બહાર આવશે. પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટકનો ઉપયોગ ગેરકાયદેસર ખનનમાં થવાનો હતો. તે આજે સપ્લાય કરવાનો હતો. બાતમીદારની માહિતીના આધારે કાર્યવાહી કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે.
પીએમ મોદી 12 ફેબ્રુઆરીએ દૌસા આવી રહ્યા છે
PM મોદી 12 ફેબ્રુઆરીએ દૌસા આવશે. PM મોદી 12 ફેબ્રુઆરીએ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવા માટે દૌસા આવી રહ્યા છે. આ પહેલો એક્સપ્રેસ વે છે જે 12 લેનનો બનશે. તેના પર વાહનો 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. મહત્વની વાત એ છે કે હવે દિલ્હીથી જયપુર અને દૌસા પહોંચવામાં માત્ર 2 કલાકનો સમય લાગશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓનું કહેવું છે કે, જ્યારે દિલ્હી-મુંબઈ કોરિડોર પૂર્ણ થશે, ત્યારે દિલ્હીથી મુંબઈ માત્ર 12 કલાકમાં પહોંચવું શક્ય બનશે.
દિલ્હીથી જયપુર માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હી મુંબઈ કોરિડોર માત્ર દિલ્હી રાજસ્થાન જ નહીં પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી પણ પસાર થશે. અધિકારીઓનું માનવું છે કે તેના નિર્માણને કારણે ભોપાલ, ઉજ્જૈન, અમદાવાદ, ઈન્દોર, અજમેર, કોટા, ચિત્તોડગઢને સારી કનેક્ટિવિટી મળશે અને બિઝનેસ પણ પણ વધશે.
ADVERTISEMENT