Breaking: રાહુલ ગાંધીને મોટો ફટકો, સુરત કોર્ટે સજા રદ કરવાની અરજી ફગાવી

 સુરત:  સુરતની સેશન કોર્ટમાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાહુલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે ‘મોદી સરનેમ’ અંગે માનહાનિના કેસમાં…

gujarattak
follow google news

 સુરત:  સુરતની સેશન કોર્ટમાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાહુલની અરજીને ફગાવી દીધી હતી, જેમાં તેણે ‘મોદી સરનેમ’ અંગે માનહાનિના કેસમાં નીચલી અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી સજા પર સ્ટે માંગ્યો હતો.

2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની નીચલી અદાલતે રાહુલને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

 હાઇકોર્ટમાં કરી શકે છે અરજી 
મોદી સરનેમ ને લઈ થયેલી સજાને મામલે સુરત કોર્ટે અરજી ફગાવી દીધી છે. ત્યારે હવે રાહુલ ગાંધી પાસે  હાઈકોર્ટમાં અરજી કરવાનો વિકલ્પ છે.   આવતી કાલે અમદાવાદ હાઇકોર્ટમાં રાકોંગ્રેસ  અરજી કરશે. રાહુલ ગાંધી સેશન્સ કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે.

શું કહ્યું હતું કોર્ટે
અપરાધની ગંભીરતા એટલા માટે વધી રહી છે કે, ભાષણ સાંસદે આપ્યું હતું. જો તેણે સજા ઓછી આપીએ તો જનતામાં ખોટો સંદેશ જાય છે. 2018માં સુપ્રીમ કોર્ટે સલાહ આપી હતી. પરંતુ તેમાં કોઈ ફેરફાર નથી આવ્યો.

13 એપ્રિલે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો
2 એપ્રિલે રાહુલે નીચલી કોર્ટના નિર્ણય સામે સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. રાહુલ દ્વારા બે અરજી દાખલ કરવામાં આવી હતી. પ્રથમ અરજીમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગવામાં આવ્યો છે, જ્યારે બીજી અરજીમાં અપીલના નિકાલ સુધી દોષિત ઠેરવવા પર સ્ટે માંગવામાં આવ્યો છે. 13 એપ્રિલના રોજ એડિશનલ સેશન્સ જજ આરપી મોગેરાની કોર્ટે રાહુલની અરજી પર સુનાવણી કરતા નિર્ણય 20 એપ્રિલ માટે અનામત રાખ્યો હતો. રાહુલને જામીન આપતાં કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદી અને રાજ્ય સરકારને દોષિત ઠરાવવાની અરજી પર નોટિસ પાઠવી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

રાહુલના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, નીચલી કોર્ટમાં કેસની સુનાવણી યોગ્ય નહોતી. આ કેસમાં મહત્તમ સજાની જરૂર નથી. રાહુલ વતી કહેવામાં આવ્યું હતું કે જો 23 માર્ચના નીચલી કોર્ટના નિર્ણયને સસ્પેન્ડ અને મોકૂફ નહીં રાખવામાં આવે તો તેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થશે.

રાહુલ ગાંધી કેમ ગુમાવ્યું સાંસદનું પદ ?
2019માં કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. આ મામલે સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. સુરતની સેશન્સ કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા ફટકારી હતી. તેમને દોષિત ઠેરવ્યાના એક દિવસ પછી, લોકસભા સચિવાલયે તેમનું સભ્યપદ રદ કર્યું. રાહુલ ગાંધી કેરળના વાયનાડ સંસદીય ક્ષેત્રથી સંસદસભ્ય હતા.

શું છે મોદી અટકનો વિવાદ?
રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ પછી બીજેપી ધારાસભ્ય પૂર્ણેશે માનહાનિનો કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે આખા મોદી સમુદાયને બદનામ કરી કહ્યું કે બધા ચોરોની અટક મોદી કેમ છે? તેમના નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમની અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે રાહુલ ગાંધીને આઈપીસીની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

રાહુલે કરી હતી બે અરજીઓ
રાહુલ ગાંધીને સજા ફટકારવામાં આવ્યા બાદ તેમણે 3 અપ્રિલે સુરત કોર્ટમાં એક મુખ્ય અરજી કરી હતી અને બે અરજીઓ કરી હતી. મુખ્ય અરજીમાં નીચલી અદાલતના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જ્યારે બે અરજીઓમાંથી પહેલી અરજી દોષિત ઠેરવવા પર સ્ટે મૂકવાની હતી, જ્યારે બીજી અરજી સજા પર સ્ટેને લગતી હતી.

24 માર્ચે ગુમાવી લોકસભાની સદસ્યતા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા 24 માર્ચે રદ કરવામાં આવી હતી. લોકસભા સચિવાલય દ્વારા આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. મોદી અટક સંબંધિત માનહાનિના કેસમાં  સુરતની કોર્ટે રાહુલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તેના જવાબમાં તેણે ટ્વિટર પર લખ્યું, ‘હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.

11 એપ્રિલે કોર્ટેમાં પૂર્ણેશ મોદીએ આપ્યો હતો જવાબ
આ સાથે જ કોર્ટે અરજદાર પૂર્ણેશ મોદીને નોટિસ પાઠવીને કોર્ટ સમક્ષ પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. અરજદારે 2 દિવસ પહેલા એટલે કે 11 એપ્રિલે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જવાબ રજૂ કરતાં પૂર્ણેશે કહ્યું હતું કે જીત કે હારની વાત નથી. તેના બદલે તે એક સામાજિક લડાઈ છે. ફરિયાદી વતી એડવોકેટ કેતન રેશમવાલાએ જવાબ રજૂ કર્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp