PM News: ‘સનાતન પર નિવેદનનો સખ્ત જવાબ, ઈંડિયા Vs ભારત પર બોલવાથી બચો’, PM ની મંત્રીઓને સલાહ

PM Meeting Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ બુધવારે મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે મંત્રીઓને બે મોટા સંદેશ આપ્યા હતા. પીએમ મોદી…

gujarattak
follow google news

PM Meeting Update: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ બુધવારે મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે મંત્રીઓને બે મોટા સંદેશ આપ્યા હતા. પીએમ મોદી (PM Modi) એ NDAના મંત્રીઓને કહ્યું કે, સનાતન ધર્મ પર ઉદયનિધિના નિવેદનનો યોગ્ય જવાબ આપવામાં આવે. આ સાથે પીએમ મોદીએ મંત્રીઓને ઈંડિયા (INDIA) વિરુદ્ધ ભારતના નામના વિવાદમાં નિવેદનબાજી ન કરવા કહ્યું હતું.

પીએમ મોદીની ટિપ્પણીથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ સનાતન ધર્મ પર ઉધયનિધિના નિવેદનને મોટો મુદ્દો બનાવવાના મૂડમાં છે. જણાવી દઈએ કે તમિલનાડુના સીએમ સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિને સનાતનની તુલના ડેન્ગ્યુ-કોરોના જેવા રોગો સાથે કરી હતી.

શું કહ્યું હતું મંત્રી ઉદયનિધિ સ્ટાલિને?

તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે, ‘સનાતનનો માત્ર વિરોધ ન કરવો જોઈએ, તેને ખતમ કરી દેવો જોઈએ. આ ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. આપણે ડેન્ગ્યુ, મેલેરિયા કે કોરોનાનો વિરોધ કરી શકતા નથી, આપણે તેને ખતમ કરવાનો છે. એ જ રીતે આપણે સનાતનનો પણ નાશ કરવો છે.

Kutch News: ભુજના નગરપાલિકા પ્રમુખને પડી થપ્પડો: ગૌરક્ષકે પોલીસની હાજરીમાં કર્યું કૃત્ય

ભાજપની સાથે સાથે ધાર્મિક નેતાઓએ પણ આ અંગે ઉદયનિધિને ઘેરી લીધા છે. ઉધયનિધિના બહાને વિરોધ પક્ષોનું INDIA ગઠબંધન પર પણ પ્રશ્નો ઉભા થયા હતા. સ્ટાલિનની પાર્ટી ડીએમકે પણ I.N.D.I.A. જોડાણનો ભાગ. ભાજપ અને ધાર્મિક નેતાઓએ કહ્યું કે ધર્મ વિરુદ્ધ આવા નિવેદનો ન કરવા જોઈએ. ચારેબાજુના હુમલા બાદ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ ઉધયનિધિના નિવેદનથી અંતર કરી લીધું હતું. જ્યારે ઉધયનિધિ હજુ પણ પોતાના નિવેદન પર અડગ છે.

ઈંડિયા vs ભારત પર હોબાળો ચાલુ

સનાતન ધર્મ પર ચાલી રહેલા હોબાળા વચ્ચે ભારત વિરુદ્ધ ઈંડિયાની ચર્ચા પણ ચાલી રહી છે. વાસ્તવમાં, G-20 બેઠક માટે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આમંત્રણ પત્રો જારી કરવામાં આવ્યા હતા. જેમાં 9 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જારી કરાયેલા આમંત્રણ પર લખવામાં આવ્યું છે – દ પ્રેસિડેંટ ઓફ ભારત.

આ પછી કોંગ્રેસ તરફથી એવી ચર્ચા શરૂ થઈ હતી કે સરકાર I.N.D.I.A. ગઠબંધનથી ડરી ગઈ છે અને દેશનું સત્તાવાર નામ INDIAથી બદલીને ભારત કરવા માંગે છે. આ પછી એવા અહેવાલો આવ્યા હતા કે આવતા અઠવાડિયે બોલાવવામાં આવેલા સંસદના વિશેષ સત્રમાં INDIAનું નામ બદલીને ભારત કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે.

    follow whatsapp