Bharat Jodo Nyay Yatra theme Song: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલ 14 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ યાત્રાનો હેતુ મોદી સરકારના 10 વર્ષ દરમિયાન થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો છે. આ યાત્રા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાઈ રહી છે. શુક્રવારે પાર્ટીએ ‘સહો મત, ડરો મત’ ટેગ લાઈન સાથે તેનું થીમ સોન્ગ રિલીઝ કરી દીધું છે. આ ગીતને પાર્ટીના તમામ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવ્યું છે.
ભારત જોડો યાત્રાની જોવા મળી ઝલક
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના ગીતમાં પ્રદર્શનકારી મહિલા પહેલવાનો, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની ઝલક અને ખેડૂતો-શ્રમિકોની સાથે કોંગ્રેસ નેતાની વાતચીતની ઝલક જોવા મળે છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ શેર કર્યો વીડિયો
રાહુલ ગાંધીએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ભારત જોડો ન્યાય યાત્રાના ગીતના વીડિયોને શેર કર્યો છે. તેમણે લખ્યું છે- જ્યાં સુધી ન્યાયનો હક નહીં મળે ત્યાં સુધી અમે દરેક ઘર, શેરીઓ, ગલીઓ, સંસદ સુધી જઈશું. સહન કરશો નહીં… ડરશો નહીં.
ADVERTISEMENT