અમદાવાદ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણી થઈ રહી છે. ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બીજી તરફ આજે સવારથી જ પ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ પક્ષના નેતાઓ પણ જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે. રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ અને ભાજપના નેતાઓએ વડપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ વડાપ્રધાન નરેન્દ્રમોદીને શુભકામના પાઠવી છે.
ADVERTISEMENT
રાષ્ટ્રપતિએ આયુષ્ય માટે કરી પ્રાર્થના
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ એ વડાપ્રધાનને ટ્વીટ કરી શુભકામના પાઠવતાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ અને શુભેચ્છાઓ. હું ઈચ્છું છું કે તમારા દ્વારા અજોડ મહેનત, કર્તવ્ય નિષ્ઠા અને સર્જનાત્મકતા સાથે શરુ કરાયેલું રાષ્ટ્ર નિર્માણ અભિયાન તમારા નેતૃત્વમાં ચાલુ રહે. મારી શુભકામના છે કે ભગવાન તમને સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે.
ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભકામના
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે દેશના સૌથી પ્રિય નેતા અને આપણા બધાના પ્રેરણાદાયી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભકામનાઓ. હું ભગવાનને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું. મોદીજીએ પોતાના ભારત પ્રથમના વિચાર અને ગરીબ કલ્યાણના સંકલ્પથી અસંભવ કાર્યોને સંભવ કરી બતાવ્યા છે.
રાજનાથ સિંહે ટ્વિટ કરી પાઠવી શુભેચ્છા
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટ કર્યું કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસના હાર્દીક અભિનંદન અને શુભકામનાઓ. તેમણે પોતાના નેતૃત્વ દ્વારા દેશમાં પ્રગતિ અને સુશાસનને અભૂતપૂર્વ શક્તિ આપી છે અને સમગ્ર ભારતની પ્રતિષ્ઠા અને સ્વાભિમાનને નવી ઉંચાઇ આપી છે. ભગવાન તેમને સ્વસ્થ રાખે અને લાંબુ આયુષ્ય આપે.
યોગી આદિત્યનાથે પાઠવી શુભેચ્છા
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન, યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા ટ્વિટ કર્યું કે, એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના શિલ્પકાર, ‘અંત્યોદય’ માટે સતત રાષ્ટ્રની આરાધના કરવામાં વ્યસ્ત, સફળ વડા પ્રધાન શ્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શ્રી રામ, મા ભારતીના પરમ ઉપાસક આદરણીય વડા પ્રધાનને લાંબુ આયુષ્ય અને સારું સ્વાસ્થ્ય આપે.
દિલ્હીના મુખ્યમંત્રીએ પાઠવી શુભકામના
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા, તમારા સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી શુભેચ્છા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ‘ભારત જોડો યાત્રા’ પર નીકળ્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર પર લખ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા.
Wishing PM Narendra Modi a happy birthday.
— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2022
શશિ થરૂરે પાઠવી શુભેચ્છા
કોંગેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે ટ્વીટ કરતાં લખ્યું કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શભેચ્છા, સારું સ્વાસ્થ્ય અને લાંબી ઉંમરની કામના. ઈશ્વર કરે કે તમે અમારા દેશવાસીઓના જીવન અંધારામાંથી કાઢીને પ્રગતિ, વિકાસ અને સામાજિક સદ્ભાવના પ્રકાશ તરફ લાવવા માટે કામ કરો.
ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવતા કહ્યું કે, ભારતના જનપ્રિય જનનાયક, વિકાસપુરુષ, વૈશ્વિક ફલક પર મા ભારતીને પરમ વૈભવના શિખરો સર કરાવનાર, દેશનું ગૌરવ અને ગુજરાતના સપૂત માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની અંત:કરણથી શુભકામનાઓ. ઈશ્વર સમક્ષ આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરું છું.
ગુજરાત તકે વડાપ્રધાન મોદીને પાઠવી શુભકામના
ADVERTISEMENT