- ડાર્ક વેબ પર 75 કરોડ ટેલીકોમ યુઝર્સનો ડેટા લીક થયો
- આપણો ડેટા ઓનલાઈન લીક થયો છે નહીં?
- ઈન્ટરનેટ પર ક્યાં તમારી તસવીરો હાજર છે?
Best Face Search Engine : આજે આપણે બધા ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. ઈન્ટરનેટે એક તરફ ઘણા કામોને સરળ બનાવ્યા છે, તો બીજી તરફ નવા-નવા જોખમોને પણ જન્મ આપ્યો છે. ઈન્ટરનેટ પર ક્યાં, ક્યારે અને કેવી રીતે કંઈક લીક થઈ જાય એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તાજેતરમાં જ ડાર્ક વેબ પર 75 કરોડ ટેલીકોમ યુઝર્સનો ડેટા લીક થયો હતો. આવી સ્થિતિમાં સવાલ એ છે કે આપણો ડેટા ઓનલાઈન લીક થયો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય? તો તમને જણાવીએ કે આ જાણવાની ઘણી રીતો છે. આજે અમે તમારા માટે એક એવી જ ટ્રિક લઈને આવ્યા છીએ, જેના દ્વારા તમે જાણી શકો છો કે ઈન્ટરનેટ પર ક્યાં તમારી તસવીરો હાજર છે. જી હાં તમે મિનિટોમાં આ વિશે જાણી શકો છો અને તેમ પણ એકદમ ફ્રીમાં..
ADVERTISEMENT
શું છે આ ટૂલનું નામ?
ખરેખર, તમે એક ઓનલાઈન ટૂલ એટલે કે PimEyesનો ઉપયોગ કરીને જાણી શકો છો કે ઈન્ટરનેટ પર ક્યાં-ક્યાં તમારી તસવીરો ઉપલબ્ધ છે. આ ટૂલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આ માહિતી આપે છે. ચાલો જાણીએ કે આ ઓનલાઈન ટૂલ કેવી રીતે કામ કરે છે…
કેવી રીતે કામ કરે છે આ ટૂલ?
આ ટૂલ વિશ્વભરમાં હાજર તમારી અથવા તમારા કોઈ હમશકલની તસવીરને મિનિટોમાં શોધી શકે છે. AIનો ઉપયોગ કરીને તે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ તમારો વિઝ્યુઅલ ડેટા કલેક્ટ કરે છે જેથી કરીને તમે કોઈપણ ફોટાને અપલોડ કરીને મિનિટોમાં સમાન ફોટા જોઈ શકો. આની મદદથી તમે એ પણ જાણી શકો છો કે તમારા ફોટા ઇન્ટરનેટ પર ક્યાં હાજર છે. જો તમે પણ આ જાણવા માંગતા હોવ તો એકવાર જરૂરથી ટ્રાય કરો.
આ ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો?
– તેનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારા બ્રાઉઝર પર PimEyes સર્ચ કરો.
– આ પછી આ વેબસાઈટ પર જાઓ.
– અહીં તમને તમારો ફોટો અપલોડનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
– હવે ગેલેરીમાંથી કોઈપણ ફોટાને સિલેક્ટ કરો, જેને તમે ઓનલાઈન શોધવા માંગો છો.
– જે બાદ હવે સર્ચ બટન પર ક્લિક કરો.
– અહીં તમને તમારા બધા ફોટા જોવા મળશે.
ADVERTISEMENT