ગેસ સિલિન્ડર લીક, આગ લગાવીને આપઘાતની તૈયારી… ફાયરની ટીમે દરવાજો તોડીને મા-દીકરાને બચાવ્યા

બેંગલુરુમાં એક મહિલા તેના બાળકની સાથે આત્મહત્યા કરવા જઈ રહી હતી, જેને સમયસર બચાવી લેવામાં આવી. વ્હાઈટફિલ્ડ વિસ્તારમાં એક મહિલાએ સૌથી પહેલા ગેસ સિલિન્ડરને લીક…

gujarattak
follow google news

બેંગલુરુમાં એક મહિલા તેના બાળકની સાથે આત્મહત્યા કરવા જઈ રહી હતી, જેને સમયસર બચાવી લેવામાં આવી. વ્હાઈટફિલ્ડ વિસ્તારમાં એક મહિલાએ સૌથી પહેલા ગેસ સિલિન્ડરને લીક કર્યો. જે બાદ બાળકની સાથે આપઘાત કરવા પ્રયાસ કર્યો.

જાણ થતાં જ દોડી આવી ફાયરની ટીમ

ફાયર બ્રિગેડના અધિકારીઓને આ અંગેની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને મહિલાના ઘરમાં ઘુસી ગયા, પરંતુ મહિલાએ દરવાજો ખોલવાનો ઈનકાર કર્યો. પરિવારજનોએ પણ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે ખોલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો. જે બાદ ફાયરની ટીમે દરવાજો તોડીને બાળકની સાથે મહિલાને બહાર કાઢી. મહિલાની ઉંમર 37 વર્ષ છે, જ્યારે તેના પુત્રની ઉંમર 5 વર્ષ છે.

દરવાજો તોડીને ઘરમાં ઘુસ્ચા અધિકારીઓ

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ફાયર બ્રિગેડના અધિકારીઓ દરવાજો તોડીને મહિલાના ઘરમાં ઘુસે છે અને મહિલા-બાળકને સુરક્ષિત બહાર કાઢે છે. જ્યારે મહિલાને રૂમમાંથી બહાર લઈને આવવામાં આવી રહી હતી, ત્યારે તેના હાથમાં બાકસ (માચિસ) હતી.

આગ લગાવીને આપઘાત કરવા માંગતી હતી મહિલા

જ્યારે મહિલા પોતાને આગ લગાડવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે ફાયરના અધિકારીઓએ તેના હાથમાંથી બાકસ છીનવી લીધી. ફાયર બ્રિગેડના કર્મચારીઓની ત્વરિત કાર્યવાહીથી માં-દીકરાના જીવ બચી ગયા. મહિલા કથિત રીતે ઘરમાં દરરોજ થતાં ઝઘડાથી કંટાળી ગઈ હતી. જ્યારે તેનો પતિ નોકરીએ ગયો ત્યારે તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. હાલ બેંગલુરુની વ્હાઇટફિલ્ડ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

    follow whatsapp