શક્તિસિંહ રાજપૂત.અંબાજીઃ માઉન્ટ આબુમાં રીંછની સંખ્યા ઘણી છે. અવારનવાર રીંછ અહીં માનવ વસાહતની નજીક પણ આવી જતા હોય છે. આને આપ એ રીતે સમજી શકો છો કે જેમ ગીર સોમનાથ, અમરેલી જેવા વિસ્તારોમાં સિંહ માનવ વસાહતોમાં આવી જતા હોય છે. બસ આવી જ રીતે રીંછ અહીં એક અમૂલની દુકાનમાં આવી ચઢ્યું હતું. ત્યાં ફ્રિજ ખોલીને તેણે ભારે નુકસાન કર્યું હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બીજી બાજુ આ રીંછ જાહેર રસ્તામાં લોકોની વચ્ચે પણ આવી પહોંચ્યું હતું. લોકોએ તેને ઉહાપોહ મચાવીને ત્યાંથી ભગાવ્યું હતું. સાથે જ ઘણા લોકોએ આ ઘટનાને કેમેરામાં કંડારી હતી. જે વીડિયો અહીં દર્શાવી રહ્યા છીએ.
ADVERTISEMENT
સ્ટાઇલિશ ગુજ્જુ બોયએ રાષ્ટ્રકક્ષાએ ગુજરાતનો ડંકો વગાડ્યોઃ કચ્છના ચેતનની કહાની મનોબળ મક્કમ કરનારી
લોકોને ચોકીદારી કરવી પડે તેવી સંભાવના
માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો માઉન્ટ આબુ રાજસ્થાનનું કાશ્મીર તરીકે જાણીતું છે. આ સ્થળ પર ગુજરાતી પર્યટકો મોટી સંખ્યા પર પ્રવાસ કરતા હોય છે. માઉન્ટ આબુમાં નક્કી તળાવ આસપાસ અને સમગ્ર માઉન્ટ આબુ વિસ્તારમાં 350 કરતાં વધુ રીંછ વસવાટ કરે છે અને અવારનવાર રીંછ જંગલમાંથી બજારો અને ઘરો તરફના વિસ્તારમાં આવી જતા હોય છે. માઉન્ટ આબુ ખાતે નક્કી તળાવથી સદર બજાર સુધી આવેલા વિસ્તારમાં ઘણી જગ્યા ઉપર નીચે હુમલો કરીને સાદા સામગ્રીને નુકસાન કર્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આવનારા સમયમાં જો રીંછ વધુ નુકસાન કરશે તો માઉન્ટ આબુના લોકોને જાગીને ચોકીદારી કરવી પડી શકે છે.
ADVERTISEMENT