CM બેઅંત સિંહના હત્યારાઓની ફાંસી સામેની દયા અરજી પર સુપ્રીમ કોર્ટ આપશે આખરી નિર્ણય

સંજય શર્મા.નવી દિલ્હીઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બે અંત સિંહના હત્યારા બલવંત સિંહ રાજોઆનાને ફાંસીની સજા સંભળાવાઈ હતી. આ સજાને માફ કરવા માટેની માગ કરતી દયા…

CM બેઅંત સિંહના હત્યારાઓની ફાંસી સામેની દયા અરજી પર સુપ્રીમ કોર્ટ આપશે આખરી નિર્ણય

CM બેઅંત સિંહના હત્યારાઓની ફાંસી સામેની દયા અરજી પર સુપ્રીમ કોર્ટ આપશે આખરી નિર્ણય

follow google news

સંજય શર્મા.નવી દિલ્હીઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બે અંત સિંહના હત્યારા બલવંત સિંહ રાજોઆનાને ફાંસીની સજા સંભળાવાઈ હતી. આ સજાને માફ કરવા માટેની માગ કરતી દયા અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી જેના પર સુપ્રીમ કોર્ટ આગામી બુધવારે અંતિમ ફેંસલો સંભળાવી શકે છે.

દયા અરજી સરકાર પાસે પેન્ડિંગ છે…
ગત 27 વર્ષોથી જેલમાં બંધ રાજોઆના હવે 56 વર્ષનો થઈ ગયો છે. બલવંતસિંહ રાજોઆનાના વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે બોમ્બ બ્લાસ્ટમાં મુખ્યમંત્રીનું મોત થઈ ગયું હતું. મામલામાં જુલાઈ 2007માં તેને સજાએ મોત આપવામાં આવી હતી. હાઈકોર્ટે 2010માં સજા યોગ્ય ઠેરવી હતી. 27 વર્ષથી જેલમાં બંધ રાજોઆનાની દયા અરજી 2012થી સરકાર પાસે પેન્ડીંગમાં છે.

CCTV: રાજકોટમાં રખેવાડે ચાલુ બાઈકે લાકડીથી ઢોરને હંકારતા યુવતી આવી અડફેટે

મુકુલ રોહતગીએ કહ્યું કે મોતની સજાના મામલામાં લાંબા સમય સુધી મોડું કરવું મૌલિક અધિકારોનું હનન છે. 2012થી દયા અરજી પેન્ડિંગ છે અમે 2023માં કોર્ટમાં આવ્યા છીએ. રોહતગીએ કહ્યું કે, અમે દયા અરજી પર તેમના નિર્ણયની રાહ ન જોઈ શકીએ. કોર્ટે આ મામલામાં હવે ફેંસલો આપવો જોઈએ. મોતની આશંકામાં આટલું મોડું અમાનવીય છે. વિકલ્પના રૂપમાં જો દયા અરજી પર નિર્ણય થઈ જાય છે તો ત્યાં સુધી રાજોઆનાને પેરોલ પર છોડી શકાય છે.

આ મૌલિક અધિકારનું ઉલ્લંઘનઃ અરજી
દયા અરજી પર નિર્ણયમાં મોડું કરવા સામે અવમાનના માટે અલગથી કાર્યવાહી કરી શકાય છે. જસ્ટિસ બી આર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંજય કરોલની પીઠ આ અંગે નિર્ણય સંભળાવશે. રાજોઆનાની ફાંસીની સજાને ઉંમર કેદમાં બદલવાની અરજી કરાઈ હતી. તેની અરજીમાં કહેવાયું હતું કે તેમની દયા અરજી 2012થી સરકાર પાસે પેન્ડિંગ છે. કેન્દ્ર સરકાર તેની અરજી પર લાંબા સમય સુધી નિર્ણય કરી શકી નથી. તે 27 વર્ષથી જેલમાં બંધ છે. આ તેના મૌલિક અધિકારનું પણ ઉલ્લંઘન છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp