નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવી નીતિ લાગુ કરીને બોર્ડે હવે મેચ ફી બાબતે મહિલા અને પુરૂષો વચ્ચેના ભેદભાવને નાબૂદ કરી દીધો છે. BCCIએ કહ્યું કે હવેથી પુરૂષો અને મહિલાઓને સમાન મેચ ફી મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે ટ્વિટ કરી જણાવ્યું છે.
ADVERTISEMENT
જય શાહે સોશિયલ મીડિયા દ્વારા આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, એ જણાવતા આનંદ થાય છે કે BCCIએ આ ભેદભાવ દૂર કરવા માટે પહેલું પગલું ભર્યું છે. અમે અમારી કોન્ટ્રાક્ટેડ મહિલા ક્રિકેટરો માટે વેતન ઇક્વિટી પોલિસી લાગુ કરી રહ્યા છીએ. અમે લિંગ સમાનતાના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ. આવી સ્થિતિમાં, આ નીતિ હેઠળ, હવેથી પુરૂષ અને મહિલા બંને માટે સમાન મેચ ફી હશે. તેણે કહ્યું કે હવેથી મહિલાઓને પણ પુરૂષો જેટલી જ મેચ ફી મળશે. ટેસ્ટ ક્રિકેટમાં એક મેચ માટે 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. જ્યારે વન-ડે ઈન્ટરનેશનલમાં પુરુષોને એક મેચ માટે 6 લાખ રૂપિયા આપવામાં આવે છે.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું કે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક મેચ રમવા માટે પુરુષોને 3 લાખ રૂપિયા મળે છે. હવે આ જ ફી મહિલા ક્રિકેટરોને પણ આપવામાં આવશે. આ સાથે જય શાહે આ નિર્ણયને સમર્થન આપવા બદલ એપેક્સ કાઉન્સિલનો પણ આભાર માન્યો છે. હાલમાં મહિલા ક્રિકેટરોને કોઈપણ એક ODI અથવા T20 ઈન્ટરનેશનલ મેચ માટે 1 લાખ રૂપિયા મળે છે. જ્યારે ટેસ્ટ મેચ માટે 4 લાખની ફી આપવામાં આવે છે. BCCIની જાહેરાત બાદ હવે મહિલા ટીમને પુરૂષ ટીમ જેટલી જ મેચ ફી મળશે.
પુરુષોને કેટલી મેચ ફી મળે છે?
ADVERTISEMENT