વર્લ્ડ કપમાં હાર પછી હાહાકાર, BCCIએ ચેતન શર્મા સહિત પુરી સિલેક્શન કમિટિને કરી બર્ખાસ્ત

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટું…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક મોટું પગલું ભર્યું છે. બોર્ડે શુક્રવારે (18 નવેમ્બર) ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. બરતરફ કરાયેલા પસંદગીકારોમાં ચેતન શર્મા (ઉત્તર ઝોન), હરવિંદર સિંઘ (સેન્ટ્રલ ઝોન), સુનિલ જોશી (દક્ષિણ ઝોન) અને દેબાશિષ મોહંતી (પૂર્વ ઝોન)નો સમાવેશ થાય છે.

10 વિકેટટથી ભારત હારે તેના પર સવાલો સ્વાભાવીક
બીસીસીઆઈએ હવે મુખ્ય પસંદગીકાર સહિત કુલ પાંચ પદો માટે અરજીઓ મંગાવી છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) રાષ્ટ્રીય પસંદગીકારો (સિનિયર મેન્સ ટીમ)ના પદ માટે અરજીઓ આમંત્રિત કરે છે. જે ઉમેદવારો ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓએ તેમની અરજીને ધ્યાનમાં લેવાના માપદંડોને સંતોષવા આવશ્યક છે. ટી-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારત ઈંગ્લેન્ડ સામે હારી ગયું હતું. જીત અને હાર હોય છે, પરંતુ જ્યારે કોઈ ટીમ આટલી મોટી મેચમાં 10 વિકેટથી હારે છે, તો તેના પર સવાલો ઊભા થવાના છે. સેમિફાઇનલમાંથી બહાર થયા બાદ ટીમ સિલેક્શન પર પણ અનેક સવાલો ઊભા થયા હતા. આ સાથે ચહલને પ્લેઈંગ-11માં સ્થાન ન મળવું, પાર્ટ ટાઈમ બોલરોનો અભાવ અને પાવરપ્લે દરમિયાન ધીમી બેટિંગ જેવા મુદ્દાઓ પણ છે. ભારતે છેલ્લે 2013માં એમએસ ધોનીના નેતૃત્વમાં ICC ટૂર્નામેન્ટ જીતી હતી. ત્યારથી તે ટાઈટલની રાહ જોવાઈ રહી છે.

ચેતન લગભગ બે વર્ષ સુધી આ પદ પર રહ્યા
BCCIની વરિષ્ઠ પુરુષોની પસંદગી સમિતિની જાહેરાત 24 ડિસેમ્બર 2020ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ ચેતન શર્માને તેના વડા બનાવવામાં આવ્યા હતા. વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગીકારનો કાર્યકાળ સામાન્ય રીતે ચાર વર્ષનો હોય છે અને તેને આગળ પણ વધારી શકાય છે. ચેતન શર્માએ ભારત માટે 23 ટેસ્ટ અને 65 વનડે રમી છે. ચેતન શર્માએ ટેસ્ટમાં 61 જ્યારે વનડેમાં 67 વિકેટ ઝડપી હતી. ચેતન શર્માએ 1987ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે યાદગાર હેટ્રિક લીધી હતી.

    follow whatsapp