Rajnath Singh On Barack Obama: સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર તેમની ભારતીય મુસલમાનોની સુરક્ષા અંગે કરાયેલી ટિપ્પણી અંગે વળતો પ્રહાર કર્યો છે. તેમણે સોમવારે કહ્યું કે, ઓબામાએ ભુલવું ન જોઇએ કે ભારત જ એકમાત્ર એવો દેશ છે જે વિશ્વમાં રહેનારા તમામ લોકોને પણ પરિવારના સભ્ય માને છે. તેમણે પોતાના અંગે પણ વિચારવું જોઇએ કે, તેમણે કેટલા મુસ્લિમ દેશો પર હુમલો કર્યો છે.
ADVERTISEMENT
રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, હવે મુસ્લિમ દેશો પણ માને છે કે, આતંકવાદ અસ્વીકાર્ય છે. ભારત અને અમેરિકાએ સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુચીબદ્ધ આતંકવાદી સંગઠનોની વિરુદ્ધ નક્કર કાર્યવાહી થવી જોઇએ, જેમાં લશ્કર એ તોયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનનો સમાવેશ થાય છે.
સંરક્ષણમંત્રીએ કહ્યું કે, આ સંયુક્ત નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનને પોતાના ક્ષેત્રમાં થનારી દરેક કાર્યવાહીને અટકાવવી જોઇએ અનેપોતાની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે ન થવા દેવો જોઇએ. સાથે જ 26/11 અને પઠાણકોટ હુમલાના દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ.બરાક ઓબામાએ ગુરૂવારે સમાચાર ચેનલ સીએનએનને કહ્યું હતુ કે, જો ભારત જાતીય લઘુમતીના અધિકારોની રક્ષા નહી કરે તો એ બાબતની પ્રબળ આશંકા છે કે, એક સમય આવશે જ્યારે સમગ્ર દેશ વહેંચાઇ જશે. રાષ્ટ્રપતિ જો બાઇડેને પીએમ મોદી સામે આ મુદ્દો ઉઠાવવો જોઇએ. જ્યારે બરાક ઓબામાએ આ ટિપ્પણી કરી હતી ત્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે હતા. તેઓ પીએમની અમેરિકાની પહેલી રાજકીય યાત્રા પર હતા.
બરાક ઓબામાના આ નિવેદનની અનેક કેન્દ્રીય મંત્રીઓએ નિંદા કરી છે. અગાઉ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે, ઓબામાનું નિવેદન ખુબ જ આશ્ચર્યજનક છે કારણ કે જ્યારે તેઓ શાસનમાં હતા ત્યારે છ મુસ્લિમ દેશો પર અમેરિકાએ બોમ્બ વર્ષા કરી હતી. શું તેમના કાર્યકાળમાં સીરિયા, યમન, સઉદી, ઇરાક અને અ્ય મુસ્લિમ દેશો પર બોમ્બવર્ષા નથી થઇ.
સીતારમણે કહ્યું કે, પીએમ મોદીને 13 દેશોએ પોતાના ટોપના રાજકીય સન્માનથી સન્માનિત કર્યા છે. જેમાંથી 6 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે, વિપક્ષી દળો તરફથી લઘુમતી પ્રત્યે વ્યવહાર મુદ્દે આધારહિન આરોપો લગાવવા માટે સંગઠિત રીતે અભિયાન ચલાવાઇ રહ્યું છે. કારણ કે તેઓ મોદી નેતૃત્વમાં ભાજપને ચૂંટણી હરાવી શકે તેમ નથી.
ADVERTISEMENT