અમદાવાદ : પોલીસ કમિશ્નર દ્વારા ખાનગી બસોને સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાને ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વાર હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ધંધા રોજગારમાં સમસ્યા થઇ રહી હોવાનો ઉલ્લેખ કરીને જાહેરનામું રદ્દ કરવાની માંગ કરાઇ છે. આ બાબતે હાઇકોર્ટે કમિશ્નરનું જાહેરનામું કાયદાથી વિપરીત ન હોવાનું જણાવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામાને હાઇકોર્ટે માન્ય રાખ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદમાં ખાનગી ટ્રાવેલ્સની લાંબા સમયથી માંગ હતી
અમદાવાદમાં ખાનગી ટ્રાવેલ્સના જાહેરનામામાં ફેરફાર કરાયો હતો. ખાનગી ટ્રાવેલ્સના જાહેરનામામાં ફેરફાર કરાયો છે. શહેર કમિશ્નર અને DCP સફિન હસને ટ્રાવેલ્સ વિભાગ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય લીધો છે. નવું જાહેરનામું રાત્રે 10 થી સવારે 8 વાગ્યા સુધી ટ્રાવેલ્સ બસોને મંજૂરી આપી છે. અગાઉ શહેરમાં રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી જ પ્રવેશ અપાતો હતો. આ પરિવર્તન 2004 બાદ પહેલીવાર જાહેરનામામાં ફેરફાર કરાયો છે.
એસોસિએશન દ્વારા શું માંગ કરાઇ હતી
થોડા સમય અગાઉ અમદાવાદમાં ટ્રાવેલ્સ એસોસિએશને પોતાની માંગ રખાઇ હતી. એસોસિએશન દ્વારા શહેરમાં રાત્રે 9.30 થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1 થી 4 પ્રવેશ આપવા માટેની મંજૂરી માંગી હતી. આ બાબતે ટ્રાવેલ્સ એજન્સીઓનાં સંચાલકો દ્વારા ચીમકી ઉચ્ચારાઇ હતી. પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી એક પણ બસ શહેરની અંદર નહી આવે. રિંગરોડથી પેસેન્જરોએ પોતાની વ્યવસ્થા જાતે જ કરવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રાત્રે 11 થી સવારે 8 સુધી જ પ્રવેશ અપાતો હતો. હવે હાઇકોર્ટના ચુકાદા બાદ ટ્રાવેલ્સ એસોસિએશન શું કરે તે જોવું રહ્યું.
ADVERTISEMENT