આ એક નિર્ણય શેખ હસીનાને ભારે પડ્યો! રાજીનામું આપીને છોડવો પડ્યો દેશ

શેખ હસીના સરકારે તાજેતરમાં જ જમાત-એ-ઇસ્લામી, તેની વિદ્યાર્થી પાંખ અને તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો. બાંગ્લાદેશમાં કેટલાંક અઠવાડિયાના હિંસક વિરોધ પ્રદર્શન બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ બાદ હિંસા

jamaat-e-islami ban

follow google news

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં આગચંપી અને ગંભીર હિંસા થઈ રહી છે. સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને પ્રદર્શનકારીઓ સોમવારે બાંગ્લાદેશના ઘણા વિસ્તારોમાં કૂચ માટે એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન વિરોધીઓ અને શાસક પક્ષના સમર્થકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું, જેણે ટૂંક સમયમાં જ ભયાનક હિંસાનું રૂપ લીધું. એવું માનવામાં આવે છે કે તાજેતરમાં બાંગ્લાદેશ સરકાર દ્વારા કટ્ટરપંથી પક્ષ જમાત-એ-ઈસ્લામી પર લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે વિદ્યાર્થીઓનું આ પ્રદર્શન હિંસામાં ફેરવાઈ ગયું હતું.

પ્રદર્શનકારીઓ એટલા ઉશ્કેરાઈ ગયા કે તેઓએ સરકારી મિલકતોને આગ લગાવી દીધી અને પીએમ હાઉસમાં ઘૂસી ગયા. વીડિયોમાં પ્રદર્શનકારીઓ પીએમ હાઉસમાં પ્રવેશ્યા બાદ મસ્તી કરતા જોવા મળે છે. થોડા વર્ષો પહેલા શ્રીલંકામાંથી આવી જ કેટલીક તસવીરો સામે આવી હતી. આટલું જ નહીં કેટલાક લોકો બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કહેવાતા શેખ મુજીબની પ્રતિમા પર ચડીને હથોડી ચલાવતા પણ જોવા મળ્યા હતા.

શેખ હસીનાની સરકારે જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂક્યો

શેખ હસીના સરકારે તાજેતરમાં જ જમાત-એ-ઇસ્લામી, તેની વિદ્યાર્થી પાંખ અને તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો. બાંગ્લાદેશમાં કેટલાંક અઠવાડિયાના હિંસક વિરોધ પ્રદર્શન બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકારની આ કાર્યવાહી બાદ આ સંગઠનો શેખ હસીના સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે.

આતંકવાદ વિરોધી કાયદા હેઠળ જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ મૂકતી વખતે સરકારે કટ્ટરપંથી પક્ષ પર આંદોલનનો ફાયદો ઉઠાવવાનો અને લોકોને હિંસામાં ફસાવવાનો આરોપ મૂક્યો હતો. શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતૃત્વમાં 14 પક્ષોના ગઠબંધનની બેઠકમાં જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન કથિત રીતે સહયોગી પક્ષોએ પણ કટ્ટરપંથી પક્ષ પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી હતી.

જમાત-એ-ઇસ્લામી શું છે?

જમાત-એ-ઇસ્લામી એક રાજકીય પક્ષ છે, જેને બાંગ્લાદેશમાં કટ્ટરવાદી માનવામાં આવે છે. આ રાજકીય પક્ષ પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના સમર્થક પક્ષોમાં સામેલ છે. જમાત પર પ્રતિબંધ મૂકવાનો તાજેતરનો નિર્ણય 'રાજકીય હેતુઓ માટે ધર્મનો દુરુપયોગ' કરવા બદલ 1972માં પ્રારંભિક પ્રતિબંધના 50 વર્ષ પછી આવ્યો છે.

જમાત-એ-ઈસ્લામીની સ્થાપના બ્રિટિશ શાસન હેઠળ અવિભાજિત ભારતમાં 1941માં થઈ હતી. 2018માં બાંગ્લાદેશ હાઈકોર્ટના નિર્ણય બાદ ચૂંટણી પંચે જમાતનું રજીસ્ટ્રેશન રદ કર્યું હતું. આ પછી જમાત ચૂંટણી લડવા માટે અયોગ્ય બની ગઈ.

જમાત-એ-ઈસ્લામી હિંદુઓ પર હુમલામાં સામેલ

તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલામાં જમાત-એ-ઈસ્લામીનું નામ પણ સામે આવ્યું છે. માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે પોતાના એક રિપોર્ટમાં કહ્યું છે કે જમાત-એ-ઈસ્લામી અને વિદ્યાર્થી શિબિર બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવી રહ્યા છે. બાંગ્લાદેશમાં કામ કરતી NGOનો અંદાજ છે કે 2013 થી 2022 સુધીમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર 3600 હુમલા થયા છે. જમાત-એ-ઇસ્લામીએ ઘણી ઘટનાઓમાં ભૂમિકા ભજવી છે.

શેખ હસીનાએ રાજીનામું આપી દેશ છોડી દીધો

હાલમાં સ્થિતિ એવી છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી ઢાકા છોડી દીધું છે. હિંસા વચ્ચે બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. રાષ્ટ્રને સંબોધતા તેમણે કહ્યું, 'અમે તમારી માંગણીઓ પૂરી કરીશું. તોડફોડથી દૂર રહો. તમે લોકો અમારી સાથે આવો તો અમે પરિસ્થિતિ બદલી નાખીશું. લડાઈ, અરાજકતા અને સંઘર્ષથી દૂર રહો. અમે આજે પાર્ટીના તમામ નેતાઓ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં સેના વચગાળાની સરકાર બનાવશે.

બાંગ્લાદેશ હિંસાથી જોડાયેલી આ સમાચારો પણ વાંચો...

કોઈ સોફા... કોઈ ખુરશી લૂંટી ગયું..., બાંગ્લાદેશના PM આવાસમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ, શેખ મુજીબની મુર્તિ તોડી

બાંગ્લાદેશમાં તખ્તાપલટઃ શેખ હસીનાનું વડાપ્રધાન પદેથી રાજીનામું, સેનાએ સંભાળી દેશની કમાન

શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ હવે બાંગ્લાદેશમાં કોણ ચલાવશે સરકાર? સેનાએ કર્યો મોટો દાવો

બાંગ્લાદેશમાં બબાલ વચ્ચે ભારત બોર્ડર પર હાઈએલર્ટ, સેનાએ વધારી સુરક્ષા, એડવાઈઝરી જાહેર

    follow whatsapp