પાલનપુર : દાંતીવાડા ડેમમાં ઝંપલાવીને એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. અગમ્ય કારણથી પરિવારના ચારેય સભ્યોએ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ચારેય મૃતકો પાલનપુરના નાની ભટામલ ગામના રહેવાસી હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. સાસુ,વહુ, દિકરી અને દિકરો હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. પોલીસને સમગ્ર મામલે જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગઇ છે.
ADVERTISEMENT
ઘટના સ્થળે ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે પાનલપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. જો કે પ્રાથમિક રીતે આત્મહત્યા પાછળનું કારણ આર્થિક તંગી હોવાનું પોલીસ માની રહી છે. આ અંગે વિગતે તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સામુહિક આપઘાતની ઘટનાને પગલે એસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો છે. આ ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓ પણ ઘટના સ્થળે છે. હાલ પોલીસ પરિવારના અન્ય લોકોની પુછપરછ કરી રહી છે. તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું કારણ સામે આવશે.
ADVERTISEMENT