લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત પર મૂક્યો પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલી વસ્તુઓ પર મોટો નિર્ણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) અનુસાર, સરકારે લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત…

gujarattak
follow google news

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલી વસ્તુઓ પર મોટો નિર્ણય લીધો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) અનુસાર, સરકારે લેપટોપ, ટેબલેટ, કોમ્પ્યુટરની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે સરકાર મેક ઇન ઇન્ડિયા પર ભાર આપી રહી છે.

મંત્રાલયે કહ્યું કે આ પ્રતિબંધ સમયાંતરે સુધારેલા સામાન નિયમો હેઠળ આયાત પર લાગુ થશે નહીં. જો કે, R&D અને અંગત ઉપયોગ વગેરેના હેતુ માટે 20 વસ્તુઓ પ્રતિ માલને મુક્તિ આપવામાં આવશે. આ આયાતોને ફક્ત તે આધારે જ મંજૂરી આપવામાં આવશે કે તેનો ઉપયોગ ઉક્ત હેતુઓ માટે કરવામાં આવશે અને તેનું વેચાણ કરવામાં આવશે નહીં. મંત્રાલયે કહ્યું કે એકવાર હેતુ પૂરો થઈ જાય પછી ફરીથી નિકાસ કરવામાં આવશે.

જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન અનુસાર, HSN 8741 હેઠળ આવતા લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ અને અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વરની આયાત ‘પ્રતિબંધિત’ હશે. પ્રતિબંધિત આયાત માટે માન્ય લાયસન્સ સામે તેની આયાતની પરવાનગી આપવામાં આવશે. આ પ્રતિબંધિત સામાન નિયમો હેઠળ આયાત પર લાગુ થશે નહીં.

જાણો શું આવ્યો હતો રિપોર્ટ
ઇકોનોમિક થિંક ટેન્ક જીટીઆરઆઇએ ગયા મે મહિનામાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ચીનથી લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર, ઈન્ટિગ્રેટેડ સર્કિટ અને સોલર સેલ જેવી ઈલેક્ટ્રોનિક સામાનની આયાતમાં ઘટાડો થયો છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (જીટીઆરઆઈ) એ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની આયાતમાં ઘટાડો એવા પ્રદેશોમાં વધુ થયો છે. જ્યાં પીએલઆઈ (પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ) યોજનાઓ રજૂ કરવામાં આવી છે. આ સિવાય સોલાર સેલની આયાતમાં 70.9 ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન લેપટોપ, પર્સનલ કોમ્પ્યુટર (પીસી)ની આયાતમાં 23.1 ટકા અને મોબાઈલ ફોનની આયાતમાં 4.1 ટકાનો ઘટાડો થયો છે.

    follow whatsapp