ચોખાના નિકાસ પર પ્રતિબંધ: સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો, આ કારણે લેવાયો નિર્ણય

નવી દિલ્હી : દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. જોકે ચોખાની નિકાસને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવશે.…

Rice Export ban

Rice Export ban

follow google news

નવી દિલ્હી : દેશમાંથી નિકાસ થતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે. જોકે ચોખાની નિકાસને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવશે. જો નોટિફિકેશન પહેલા જહાજોમાં ચોખાનું લોડિંગ શરૂ થઈ ગયું હોય તો તેની નિકાસને મંજૂરી આપવામાં આવશે. ભારત સરકારે ચોખાની નિકાસને લઈને કડક નિર્ણય લીધો છે. સરકારે બાસમતી ચોખા સિવાય તમામ પ્રકારના કાચા ચોખા (નોન-બાસમતી સફેદ ચોખા)ની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.

આગામી તહેવારોની સિઝન દરમિયાન સ્થાનિક માંગમાં વધારા અને છૂટક કિંમતો પર નિયંત્રણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાદ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બાસમતી ચોખા અને તમામ પ્રકારના ઉસના ચોખાની નિકાસ નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે માત્ર નોન-બાસમતી કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

જો કે ભારતમાંથી બાસમતી ચોખાની મોટા પાયે નિકાસ થાય છે. ચોખાના ભાવમાં સતત વધારો સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકીને સ્થાનિક બજારમાં વધતા ભાવને કાબૂમાં લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચોખાના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ મહિનામાં ચોખાના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો થયો છે. જોકે ચોખાની નિકાસને અમુક શરતો સાથે મંજૂરી આપવામાં આવશે. જો નોટિફિકેશન પહેલા જહાજોમાં ચોખાનું લોડિંગ શરૂ થઈ ગયું હોય તો તેની નિકાસને મંજૂરી આપવામાં આવશે.

આ સિવાય સરકારે અન્ય દેશોને મંજૂરી આપી હોય તેવા કિસ્સામાં પણ ચોખાની નિકાસની મંજૂરી આપવામાં આવશે. સરકારે આ દેશોની ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આવી પરવાનગી આપી છે. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાણી-પીણીની કિંમતમાં ઘણો વધારો થયો છે. ઘઉં, ચોખા, દૂધ અને શાકભાજીના ભાવમાં ઝડપથી વધારો થયો છે. આ 5 દેશોમાં સૌથી વધુ નિકાસ કરતા દેશમાંથી નિકાસ કરવામાં આવતા કુલ ચોખામાં નોન-બાસમતી સફેદ ચોખાનો હિસ્સો લગભગ 25 ટકા છે.

ભારતમાંથી નોન-બાસમતી સફેદ ચોખાની કુલ નિકાસ 2022-23માં USD 4.2 મિલિયન હતી. જે અગાઉના નાણાકીય વર્ષ એટલે કે 2021-22માં USD 2.62 મિલિયન હતી. ભારત થાઇલેન્ડ, ઇટાલી, સ્પેન, શ્રીલંકા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં લગભગ 15.54 લાખ ટન સફેદ ચોખાની નિકાસ કરવામાં આવી છે. જે એક વર્ષ અગાઉના સમયગાળામાં માત્ર 11.55 લાખ ટન હતી, એટલે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસમાં 35 ટકાનો વધારો થયો છે.

ડાંગરની વાવણીમાં ઘટાડો એ પણ એક કારણ છે. ઉલ્લેખનીય છે કે, પૂરના કારણે દેશનો કેટલોક ભાગ ડૂબી રહ્યો છે. પરંતુ કેટલાક રાજ્યો એવા છે. જ્યાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને એવા રાજ્યોમાં ઓછો વરસાદ પડી રહ્યો છે. જ્યાં ડાંગરની સૌથી વધુ ખેતી થાય છે. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં ડાંગરનું ઓછું વાવેતર થયું છે. જ્યારે પશ્ચિમ બંગાળ એક મુખ્ય ડાંગર ઉત્પાદક રાજ્ય છે. તમને જણાવી દઈએ કે ભારત વિશ્વમાં ચોખાનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે અનેક પ્રકારના ચોખાની નિકાસ પર 20 ટકા સુધીની ડ્યુટી લાદવામાં આવી હતી.

    follow whatsapp