અમદાવાદ સેશન્સ કોર્ટે તિસ્તા સેતલવાડ અને આર.બી શ્રીકુમારની જામીન અરજી ફગાવી

અમદાવાદ સેશન્સ કોર્ટમાં તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS અધિકારી આર.બી શ્રીકુમારની જામીન અરજી ફગાવી દીધી છે. બંનેની કસ્ટડી પૂરી થયા બાદ તિસ્તા અને શ્રીકુમારે અમદાવાદ…

gujarattak
follow google news

અમદાવાદ સેશન્સ કોર્ટમાં તિસ્તા સેતલવાડ અને પૂર્વ IPS અધિકારી આર.બી શ્રીકુમારની જામીન અરજી ફગાવી દીધી છે. બંનેની કસ્ટડી પૂરી થયા બાદ તિસ્તા અને શ્રીકુમારે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. ગત 22મીના રોજ બંને પક્ષો તરફથી કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી. ત્યારે કોર્ટે જામીન અરજી ફગાવી દેતા હવે બંનેને જેલમાં જ રહેવું પડશે.

જણાવી દઈએ કે ગુજરાત રમખાણ કેસમાં નિર્દોષ લોકો તથા રાજનેતાઓને ફસાવવા માટે ખોટો સોગંદનામા, નિવેદનો તથા પુરાવાઓ તૈયાર કરવાના આરોપમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ, આર.બી શ્રીકુમાર તથા સંજીવ કુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

ગોધરા ટ્રેન ઘટના બાદ ત્રણેય આરોપીઓએ ષડયંત્ર રચ્યું હોવાનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આક્ષેપ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પોતાના સોગંદનામામાં ઉલ્લેખ કર્યો હતો કે આ ષડયંત્ર કોંગ્રેસના પૂર્વ નેતા અહેમદ પટેલના ઈશારે ઘડાયું હતું. જેના માટે તિસ્તા સેતલવાડને અહેમદ પટેલ તરફથી 5 લાખ અને 25 લાખ રૂપિયા મળ્યા હતા.

    follow whatsapp