મુંબઇ : અભિનેત્રી ગૌહર ખાન અને ઝૈદ દરબાર માતા-પિતા બની ગયા છે. ગૌહર ખાને બેબી બોયને જન્મ આપ્યો છે. જો કે બાળકનો જન્મ 10 મેના રોજ થયો હતો, પરંતુ ગૌહરે આજે તેની જાહેરાત કરી છે. અભિનેત્રી ગૌહર ખાનના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થયું છે. ગૌહર ખાન અને ઝૈદ દરબારે એક બાળકનું સ્વાગત કર્યું છે. ગૌહર ખાને ખુદ તેના સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. ગૌહર ખાને તેની પોસ્ટ દ્વારા તેના ચાહકોને જણાવ્યું કે 10 મેના રોજ તેણે પુત્રને જન્મ આપ્યો છે. પુત્રના આગમનના સમાચાર સાંભળીને ગૌહર ખાન અને ઝૈદ દરબારનો આખો પરિવાર ઉજવણીમાં ડૂબી ગયો છે.
ADVERTISEMENT
પોસ્ટ પર અભિનંદન
ગૌહર ખાનના ઘરે અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધીના સેલેબ્સ ગૌહરની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેને અભિનંદન આપી રહ્યા છે. તે જ સમયે, ચાહકો ગૌહર પાસે પુત્રની તસવીરો શેર કરવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ગૌહર ખાન પણ સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. ઇન્સ્ટાગ્રામ પર 11 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર જુઓ આ પોસ્ટ ગૌહર ખાન (@gauaharkhan) દ્વારા શેર કરવામાં આવેલી એક પોસ્ટ ગૌહર ખાન ઝૈદ કરતા 12 વર્ષ મોટી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌહર ખાને બોલિવૂડના દિગ્ગજ સંગીતકાર ઈસ્માઈલ દરબારના પુત્ર ઝૈદ દરબાર સાથે બે વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. જોકે ગૌહર ખાન ઝૈદ કરતા 12 વર્ષ મોટી છે, પરંતુ બંનેને જોઈને એવું નથી લાગતું. બંને એકબીજા સાથે આઈડલ કપલની જેમ રહે છે. રસપ્રદ વાત એ છે કે ગૌહર ખાન અને ઝૈદ દરબારની પહેલી મુલાકાત એક સુપરમાર્કેટમાં થઈ હતી. પહેલી મુલાકાત પછી બંને મિત્રો બન્યા અને પછી ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ થોડો સમય એકબીજાને ડેટ કર્યો અને પછી ડિસેમ્બર 2020માં લગ્ન કરી લીધા.
ADVERTISEMENT