અમદાવાદ: ટીવીના સૌથી લાંબા શોમાંથી એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008થી શરૂ થયું હતું અને આ શો હજુ પણ દર્શકોનો મનપસંદ શો છે. ઓડિયન્સને સૌથી વધારે જેઠાલાલ અને બબીતાજીની કેમિસ્ટ્રી સારી લાગે છે. જેઠાલાલ દયાબેનને ભૂલીને પૂરી રીતે બબીતાજીના વિચારોમાં ખોવાયેલા રહે છે. વર્ષોથી તેઓ બબીતાજીને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આખરે જેઠાલાલનું સપનું પૂરી થયું છે.
ADVERTISEMENT
બબીતાજીએ કેમ કર્યું જેઠાલાલને હગ?
હકીકતમાં થયું એવું કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashma)ના લેટેસ્ટ એપિસોડમાં બબીતાજીને લોટરી લાગી જાય છે અને તેઓ ખુશ થઈને જેઠાલાલને હગ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બબીતાજી એટલા ખુશ થઈ જાય છે કે તેઓ બધા લોકોની હાજરીમાં જ સૌથી પહેલા જેઠાલાલને ગળે લાગે છે. આ જોઈને જેઠાલાલને પણ વિશ્વાસ નથી થતો અને વીડિયોમાં તે અચંબીત હોય તે પ્રકારે સરપ્રાઈઝ લાગે છે.
વીડિયો જોઈને ફેન્સ ઉત્સાહમાં આવી ગયા
વીડિયોના ઉપર લખ્યું છે, આખરે સપનું પૂરું થયું. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘જિંદગીમાં કયારેય હાર ન માનવી જોઈએ.’ જેઠાલાલનો આ વીડિયો જોઈને ફેન્સ પણ મજેદાર કમેન્ટસ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, 14 વર્ષનો વનવાસ ખતમ થયો. એકે કહ્યું, દિલ ગાર્ડન-ગાર્ડન થઈ ગયું. તો અન્ય યુઝરે લખ્યું, જેઠાલાલને હવે મોક્ષ મળી જશે.
ADVERTISEMENT