બાગેશ્વર બાબાના દરબારમાં હોબાળો, 'પ્રેમ' માટે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લા પાડવા જીદે ચડ્યો યુવક

Bageshwar Dham: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજસ્થાનના સીકરમાં યોજાયેલી કથા દરમિયાન મંચ પર પ્રેમ મેળવવા આવેલા એક યુવક સાથે ભારે જીભાજોડી થઈ ગઈ હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રી

Dhirendra Shastri

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ધીરેન્દ્ર શાસ્ત્રીની કસોટી લેવા માટે યુવક સ્ટેજ પર પહોંચ્યો!

point

પર્ચીમાં પ્રેમ શબ્દને લઈને યુવક અને ધીરેન્દ્ર શાસ્ત્રી જીદે ચડ્યા.

point

યુવકના પરિવારને સ્ટેજ પર બોલાવીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોલ ખોલી.

Bageshwar Dham: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજસ્થાનના સીકરમાં યોજાયેલી કથા દરમિયાન મંચ પર પ્રેમ મેળવવા આવેલા એક યુવક સાથે ભારે જીભાજોડી થઈ ગઈ હતી. શા

પરચીમાં લખેલા શબ્દને લઈને હોબાળો

વાસ્તવમાં થયું એવું કે, દિવ્ય દરબાર માટે ઉભા કરાયેલા સ્ટેજ પર અરજી કરવા આવેલા યુવક સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીની ઉગ્ર બોલાચાલી થઈ. બાબાએ કાગળ પર યુવક સાથે જોડાયેલી માહિતી લખી હતી. પરંતુ તેણે શાસ્ત્રીએ પરચીમાં લખેલા લવ શબ્દની હાજરી કે ગેરહાજરી અંગે દલીલ કરવાનું શરૂ કર્યું. આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રીએ પંડાલમાં બેઠેલા કેટલાક લોકોને પત્ર વાંચવા માટે બોલાવ્યા, જેમણે 'લવ' શબ્દ લખવા પર સંમતિ આપી.

યુવકની માતાને સ્ટેજ પર બોલાવીને ચિઠ્ઠી વંચાવી

પછી શું, ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની પરિચિત શૈલીમાં અરજી કરવા આવેલા યુવક પર કથિત રીતે ગુસ્સો કર્યો. બાગેશ્વર ધામના પીઠાધીશ્વરે કહ્યું, “તમે બાબાને ખુલ્લા પાડવાના ઈરાદાથી આવ્યા હતા.” આ વાતને નકારીને યુવકે કહ્યું, “ના… ના… હું આમ કરવા નથી આવ્યો… હું પોતે બ્રાહ્મણ છું.” જોકે યુવકે પોતાની માતાને સ્ટેજ પર બોલાવી લવ શબ્દ વાંચી બતાવે તો માનવાનું કહેતા તેની માતા સ્ટેજ પર આવે છે અને તે બાબાના સમર્થનમાં બોલે છે. છતા યુવક માનતો નથી.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ યુવકની પોલ ખોલી

ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને ગુસ્સો આવે છે અને તે યુવકની પોલ ખોલવાનું શરૂ કરી દે છે. તેઓ જણાવે છે કે, તું પહેલાથી પરિણીત છે અને તારી 6 વર્ષની દીકરી છે, છતા તારે પ્રેમિકા પાછળ પડીને તેની સાથે લગ્ન કરવા છે. આ સાંભળીને યુવક પણ તમામ વાતો સાચી હોવાનું સ્વીકારે છે. જોકે બાદમાં બાબા તેને આમ કરીને જિંદગી ખરાબ ન કરવા અને પોતાની ગૃહસ્થી અને પરિવાર પર ધ્યાન આપવા માટે સમજાવે છે.

    follow whatsapp