Rajasthan CM : આવતી કાલે રાજસ્થાનમાં સીએમ પદના નામ પર મહોર લાગી શકે છે. બીજેપી ધારાસભ્ય દળની બેઠક પહેલા સીએમ પદના મુખ્ય દાવેદાર બાબા બાલકનાથના નિવેદનથી રાજકીય હલચલ વધુ તેજ બની છે. બાલકનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું કે, મારે હજુ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અનુભવ મેળવવાનો છે. તેમણે વધુમાં લખ્યું સાંસદ અને હવે ધારાસભ્યની જવાબદારી આપી મને દેશની સેવ કરવાનો મોકો આપ્યો હવે મંત્રી તરીકે સારું કામ કરીને અનુભવ મેળવો છે. ઉપરાંત એવું પણ કહ્યું કે, ચૂંટણીના પરિણામો બાદ કેટલી અટકળો ચર્ચામાં આવી રહી છે પરંતુ તેને નજરઅંદાજ કરો. રાજકીય નિષ્ણાતોના મત્તે હાઈકમાન્ડે બાબા બાલકનાથને રાહ જોવાનું કહ્યું છે.
ADVERTISEMENT
બાબા બાલકનાથની ટ્વીટના અલગ-અલગ અર્થ
રાજસ્થાનની રાજનીતિના કેટલા નિષ્ણાતો બાબા બાલકનાથની ટ્વીટના અલગ-અલગ અર્થ આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે બાબા સીએમ ચહેરાની રેસમાંથી બહાર છે. એટલા માટે આ ટ્વિટ કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, ધારાસભ્ય દળની બેઠક બાદ જ ખબર પડશે કે કોણ બનશે સીએમ. હાલમાં બાલકનાથના ટ્વીટને કારણે રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે.
રાજકીય નિષ્ણાતો અનુસાર, બીજેપીના નવા સીએમ લોકસભા ચૂંટણીને અનુલક્ષીને બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં ભાજપ બાબા બાલકનાથ પર દાવ રમતા ખચકાય છે. ભાજપનો ઈરાદો યુપીની જેમ રાજસ્થાનમાં પણ યોગીને સીએમ બનાવવાનો હતો, પરંતુ એક કાંકરે અનેક પક્ષીઓ મારવાની રાજકીય દાવ પાછળ પડી શકે છે. તેથી, એવું માનવામાં આવે છે કે બાલકનાથ હાલમાં રેસમાંથી બહાર છે. શુક્રવારે બાલકનાથ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. કદાચ તેઓ સીએમ નહીં બની શકે તેવા સંકેતો મળી રહ્યા છે. તેથી તેમનું આ પ્રકારનું ટ્વીટ સામે આવ્યું છે.
સીએમની રેસમાં કોણ આગળ છે?
રાજકીય નિષણતોનું માનવું છે કે, જો બીજેપીના રાષ્ટ્રીય નેતૃત્વએ વસુંધરા રાજેને સીએમ બનાવવા જ હોત તો તેમને સીએમ ચહેરા તરીકે જાહેર કરી દીધી હોત. પરંતુ એવું ન થયું અને પીએમ મોદીના ચહેરા પર જ ચૂંટણી લડવામાં આવી હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટી હાઈકમાન્ડ વસુંધરા રાજેને કોઈ સન્માનજનક પદ આપી શકે છે. સૂત્રો પરથી એવા પણ સમાચાર છે કે રાજેના પુત્ર દુષ્યંત સિંહને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે અથવા કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ બંને બાબતો અત્યારે અનુમાન પર આધારિત છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે રાજસ્થાનમાં પાર્ટી નવા ચહેરા પર જ દાવ લગાવી શકે છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે નવો ચહેરો કોણ હશે.સીએમની રેસમાં કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત, ઓમ માથુર, દિયા કુમારી, કિરોરી લાલ મીના અને વસુંધરા રાજેના નામ ચાલી રહ્યા છે. આવતીકાલે 10મી ડિસેમ્બરે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠક મળશે.બેઠક બાદ જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.
ADVERTISEMENT