અંગ્રેજો સામે ભુંડી રીતે હાર્યા બાદ પાકિસ્તાની ટીમના સ્ટાર પ્લેટરે ભર્યું આઘાતજનક પગલું

Azhar Ali Pakistan vs England Test: પાકિસ્તાન ક્રિકેટ ટીમને પોતાના જ ઘરમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ હારવી પડી છે. સાથે જ તેઓ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ…

gujarattak
follow google news

Azhar Ali Pakistan vs England Test: પાકિસ્તાન ક્રિકેટ ટીમને પોતાના જ ઘરમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ હારવી પડી છે. સાથે જ તેઓ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપથી બહાર થઇ ચુક્યું છે. ઇંગ્લેન્ડની ત્રણ ટેસ્ટની સીરીઝમાં પાકિસ્તાન વિરુદ્ધ 2-0 થી અજેય રીતે આગળ વધી ગયું છે. હવે બંન્ને ટીમોની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શનિવારે (17 ડિસેમ્બર) ના રોજ કરાંચીમાં રમાશે.

ટેસ્ટ સિરિઝ હાર્યા બાદ પાકિસ્તાનમાં હડકંપ
ટેસ્ટ સિરિઝ હાર્યા બાદથી જ પાકિસ્તાન ક્રિકેટમાં હડકંપ મચી ગયો છે. કેપ્ટન બાબર આઝમ અને બાકીના ખેલાડીઓની સાથે સિલેક્ટર્સ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની પણ ભારે આલોચના થઇ રહી છે. જો કે બીજી તરફ એક સ્ટાર ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી છે.

આ પાકિસ્તાની ખેલાડી 37 વર્ષની ઉંમરે સન્યાસ
આ પાકિસ્તાની ખેલાડી 37 વર્ષના અઝહર અલી છે. ઇંગ્લેન્ડની વિરુદ્ધ સીરીઝની ત્રીજી મેચ અઝહરના કરિયરની અંતિમ ટેસ્ટ થવાની છે. અઝહરે અત્યાર સુધીમાં 96 ટેસ્ટમાં 42.49 ની સરેરાશથી 7097 રન બનાવ્યા છે. તેમનું નામ 19 શતક અને 35 અર્ધશતક છે. જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર વેસ્ટ ઇન્ડિયની વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટ મેચમાં અણનમ 302 રન બનાવ્યા હતા.

અઝહર અલીએ બોલિંગમાં પણ કમાલ કરી હતી
અઝહર અલીએ બોલિંગમાં પણ કમાલ કરી હતી. તેમણે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 8 વિકેટ પણ પોતાના ખાતે ચડાવી છે. પાકિસ્તાન માટે અઝહર અલીએ અત્યાર સુધીમાં 53 વન ડે મેચ રમી છે. જેમાં તેમણે 1895 રન બનાવ્યા છે. અઝહર અલીએ અત્યાર સુધીમાં ટી20 ઇન્ટરનેશનલમાં ડેબ્યું નહોતા કરી શક્યા. તેમણે ઓવરઓલ ટી20 ફોર્મેટમાં 49 મેચ રમ્યા હતા. જેમાં 985 રન બનાવ્યા હતા.

ટોપ સ્તર પર પહોંચીને સંતોષ વ્યક્ત કર્યો
અઝહરે શુક્રવારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ટોપ સ્તર પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું માટા માટે સન્માનજનક રહ્યું છે. સંન્યાસનો નિર્ણય કરવો હંમેશા જ આકરો રહે છે. જો કે ઉંડાણપુર્વકથી વિચારણા કર્યા બાદ મે અનુભવ્યું કે આ મારા માટે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવાનો સમય આવી ચુક્યો છે.

અઝહર અલીની કેપ્ટન્સીમાં 9 ટેસ્ટ 31 વનડેમાં જીત પ્રાપ્ત કરી
અઝહર અલીએ કેપ્ટન તરીકે 9 ટેસ્ટ મેચ અને 31 વન ડે મેચોમાં પાકિસ્તાન ટીમની કમાન સંભાળી હતી. આ દરમિયાન તેમણે ટેસ્ટમાં 519 અને વનડેમાં 1153 રન બનાવ્યા છે. અઝહરે કેપ્ટન તરીકે ટેસ્ટમાં 2 અને વનડેમાં ત્રણ શતક પણ ફટકાર્યા હતા. અઝહર અલી બાદ બાબર આઝમ જ પાકિસ્તાન ટીમના કેપ્ટ બન્યા અને અત્યાર સુધી તેમની સફર ચાલી રહી છે.

    follow whatsapp