Ram Mandir: રામ મંદિર અયોધ્યા ગર્ભગૃહનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકની વિધિ જોરશોરથી ચાલી છે. આ પહેલા જ્યાં રામલલા બિરાજમાન થવાના છે ત્યાંનો વીડિયો સામે આવ્યો છે અને રામભક્તો આ વીડિયોને ઘણો પસંદ કરી રહ્યા છે.આજે મહંત દિનેન્દ્ર દાસ અને નિર્મોહી અખાડાના પૂજારી સુનીલ દાસે ગર્ભગૃહની પૂજા કરી હતી.
ADVERTISEMENT
મકરાનાર માર્બલથી બનેલી છે રામ લલ્લાની બેઠક
સૂત્રો અનુસાર, રામ લલ્લાની બેઠક મકરાનાર માર્બલથી બનવામાં આવી છે.જેના પર રામ લલ્લાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ આસનની નીચે 4 ફૂટ ઊંચું સુવર્ણ સિંહાસન અને ચારેય ભાઈઓ બિરાજમાન છે. સાથે ગર્ભગૃહમાં જ 14 સોનાના દરવાજા લાગેલા છે.
ધાર્મિક અનુષ્ઠાનો અને વિધિઓનો કાર્યક્રમ શરૂ
તમને જણાવી દઈએ કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ અવસરને વિશેષ અને ઐતિહાસિક બનાવવા અહીં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટનના એક સપ્તાહ પહેલા ધાર્મિક અનુષ્ઠાન અને વિધિઓનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. ઉદ્ઘાટન સમારોહની વિધિ 16 જાન્યુઆરીથી શરૂ થઈ છે અને આગામી સાત દિવસ 22 જાન્યુઆરી સુધી ચાલશે.
22 જાન્યુઆરીએ યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વિધિનો 22 જાન્યુઆરીએ બપોરે 12.20 વાગ્યે પ્રારંભ થશે. પ્રાણ પ્રતિષ્ઠાની આ પૂજા 40 મિનિટ સુધી ચાલશે. જે બાદ લગભગ 75 મિનિટ પીએમ મોદી, સીએમ યોગી, સંઘ પ્રમુખ મહોન ભાગવત સંદેશ આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ આશીર્વાદ આપશે.
ADVERTISEMENT