Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને હવે માત્ર એક જ દિવસ બાકી છે. આવતી કાલે યોજાનાર સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હશે. આ ભવ્ય કાર્યક્રમમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મહેમાનો આ ક્ષણની સાક્ષી બનવા આવી રહ્યા છે. દરમિયાન પીએમ મોદીની અયોધ્યા મુલાકાતનો સત્તાવાર કાર્યક્રમ બહાર આવ્યો છે.
ADVERTISEMENT
પીએમ મોદીની અયોધ્યા મુલાકાતનો સત્તાવાર કાર્યક્રમ
પીએમ મોદી સવારે 11 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ પહોંચશે. બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે. આવતીકાલે કેવી રીતે યોજાશે કાર્યક્રમ જાણીલો તેનો સમયગળો.
– PM મોદી 22 જાન્યુઆરી, સોમવારે સવારે 10.25 વાગ્યે અયોધ્યા એરપોર્ટ પહોંચશે
– સવારે 10.55 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચશે.
– બપોરે 12.05 વાગ્યે, શ્રી રામ અયોધ્યાના જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા કરશે.
– આ પછી તેઓ બપોરે 1 વાગે અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.
– બપોરે 2:15 કલાકે કુબેર ટીલાના શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે.
મંદિર ક્યાં સુધી ખુલ્લું રહેશે?
અયોધ્યા રામ મંદિર સવારે 7:00થી 11:30 અને ત્યારબાદ બપોરે 2:00થી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર ભોગ અને વિશ્રામ માટે બંધ રહેશે.
રામ મંદિરમાં આરતીનો સમય શું છે?
રામ મંદિરમાં રામલલાની દિવસમાં ત્રણ વખત આરતી થાય છે. પ્રથમ – સવારે 6:30 વાગ્યે, જેને શ્રૃંગાર આરતી કહેવામાં આવે છે. બીજું – બપોરે 12:00 કલાકે જેને ભોગ આરતી કહેવામાં આવે છે અને ત્રીજી સાંજે 7:30 કલાકે જેને સંધ્યા આરતી કહેવામાં આવે છે.
આરતીમાં કેવી રીતે ભાગ લઈ શકાય?
અયોધ્યાના રામ મંદિરમાં આરતીમાં ભાગ લેવા માટે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી પાસ લઈ શકાય છે. પાસ માટે માન્ય ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) હોવું જરૂરી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર એક સમયે માત્ર 30 લોકો જ આરતીમાં ભાગ લઈ શકશે.
મંદિર ક્યારે સંપૂર્ણ રીતે તૈયાર થશે?
નાગર શૈલીમાં બની રહેલા ત્રણ માળના રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને પૂર્વ અમલદાર નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, મંદિરનું નિર્માણ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે.
ADVERTISEMENT