Ram Mandir Inauguration: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામના મંદિરનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થવા જઈ રહી છે, જે પહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે એક મોટો ઘંટ પણ આવ્યો છે, જેનું વજન 600 કિલો છે. 600 કિલોના આ ઘંટનો મધુર અવાજ ચારેય દિશામાં સંભળાશે. આ અંગે એક વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
કરવામાં આવી રહી છે તડામાર તૈયારી
અયોધ્યામાં શ્રી રામ મંદિરને ભવ્ય રૂપ આપવા માટે કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર કામ કરી રહી છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અનેક મહેમાનો હાજર રહેશે. આ મહેમાનો માટે રહેવા, ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સિવાય મંદિરમાં સ્થાપિત થનાર રામલલાની મૂર્તિ અને અન્ય વસ્તુઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રામેશ્વરથી એક વિશાળ ઘંટ પણ આવી ગયો છે, જેને જોઈને તમે ચોંકી જશો.
જાણો શું છે ખાસિયત
શ્રી રામ મંદિરમાં લગાવવા આવનાર આ ઘંટ વજનમાં એટલો ભારે છે કે તેને ઉપાડવા માટે ઘણા લોકોની જરૂર પડશે. 600 કિલોના આ ઘંટ પર મોટા-મોટા શબ્દોમાં જય શ્રી રામ લખેલું છે. આ ઘંટનો અવાજ સાંભળીને ભક્તો ખુશ થઈ જશે. અષ્ટધાતુની બનેલા આ ઘંટને બનાવવામાં ઘણા દિવસો લાગ્યા છે. આ ઘંટની કુલ ઊંચાઈ લગભગ 8 ફૂટ હોવાનું કહેવાય છે. આ ઘંટને બનાવવામાં લગભગ 25 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા
તમને જણાવી દઈએ કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દરેક ખૂણે-ખૂણે સુરક્ષા જવાનો તૈનાત રહેશે. સાથે જ વિવિધ સ્થળોએ સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. અયોધ્યામાં ભાજપના મોટા નેતાઓ અને મંત્રીઓનો જમાવડો છે. આના એક દિવસ પહેલા યોગી સરકારે રામનગરીમાંથી દારૂની દુકાનો હટાવવાનો નિર્ણય લીધો છે. અયોધ્યાના 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ADVERTISEMENT