Ayodhya Ram Mandir: સપનું સાકાર થતાં આસું ન રોકી શક્યા સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી, ગળે લાગીને ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા

Ayodhya Ram Mandir: જ્યારે જીવનનું સૌથી મોટું સપનું પૂરું થાય છે ત્યારે તેની ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડી જાય છે. રામ મંદિર આંદોલનના…

gujarattak
follow google news

Ayodhya Ram Mandir: જ્યારે જીવનનું સૌથી મોટું સપનું પૂરું થાય છે ત્યારે તેની ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડી જાય છે. રામ મંદિર આંદોલનના મુખ્ય ચહેરાઓમાં સામેલ સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી પણ ભવ્ય રામ મંદિરને આંખોની સામે જોઈને તેમના આંસુ રોકી શક્યા નહીં અને બંને ગળે લાગીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા.

સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી થયા ભાવુક

અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાને જોઈને સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેઓ એકબીજાને ભેટીને જોર-જોરથી રડવા લાગ્યા હતા. આ બંનેની તસવીરો પણ સામે આવી છે.

ભગવાન શ્રીરામનો 500 વર્ષનો ‘વનવાસ’ પણ સમાપ્ત

રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. રામલલાના દિવ્ય અને અલૌકિક દર્શન થયા છે. આ સાથે ભગવાન શ્રીરામનો લગભગ 500 વર્ષનો ‘વનવાસ’ પણ સમાપ્ત થઈ ગયો છે.

1100થી વધુ મહાનુભાવો પહોંચ્યા હતા અયોધ્યા

રામ મંદિરના આ મહત્સવમાં 1100થી વધુ મહાનુભાવો અયોધ્યા પહોંચ્યા હતા. આ યાદીમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા બિઝનેસ દિગ્ગજો અને અમિતાભ બચ્ચન, રજનીકાંત તેમજ સચિન તેંડુલકર સહિત ઘણી મોટી હસ્તીઓનો સમાવેશ થાય છે.

    follow whatsapp