Ayodhya Ram Mandir: કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં ભગવાન રામના નામ પર રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. NCPના નેતા ડૉ. જિતેન્દ્ર આવ્હાડે ભગવાન શ્રી રામને માંસાહારી ગણાવ્યા હતા, જેના પર ભાજપ નેતા રામ કદમે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ આ નિવેદનની નિંદા કરી છે. અયોધ્યાના પરમહંસ આચાર્યએ પણ ચેતવણી આપી છે.
ADVERTISEMENT
શાસ્ત્ર જ પ્રમાણ છેઃ સત્યેન્દ્ર દાસ
શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડના નિવેદન પર રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, NCP નેતા જે બોલી રહ્યા છે તે બિલકુલ ખોટું છે. ભગવાન શ્રીરામ જ્યારે વનવાસ માટે ગયા હતા ત્યારે તેમણે માંસ ખાધું એવું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. બધે લખ્યું છે કે તેમણે કંદ-મૂળ અને ફળ ખાધા હતા, શાસ્ત્ર જ પ્રમાણ છે. આ વિચારો નિંદનીય છે.
ભગવાન રામના ભક્તોની ભાવનાઓને પહોંચી છે ઠેસઃ આચાર્ય
જિતેન્દ્ર આવ્હાડના નિવેદન પર અયોધ્યાના પરમહંસ આચાર્યનું કહેવું છે કે જિતેન્દ્ર આવ્હાડ દ્વારા આપવામાં આવેલું નિવેદન અપમાનજનક છે. ભગવાન રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
…. તો હું મારી નાખીશઃ પરમહંસ આચાર્ય
તેમણે કહ્યું કે,’હું મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને વિનંતી કરું છું કે તેઓ આ નેતા પર કાર્યવાહી કરે. ભગવાન રામ વિશે ખોટું બોલનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું જિતેન્દ્ર આવ્હાડને મારી નાખીશ. હું ચેતવણી આપું છું.’
શું છે સમગ્ર મામલો?
NCP ચીફ શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામ અંગે વિવાદિત ટીપ્પણી કરી હતી. તેમણે શિરડીમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભગવાન રામ શાકાહારી નહોતા, તેઓ માંસાહારી હતી. તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિ 14 વર્ષ સુધી જંગલમાં રહેશે, તેઓ શાકાહારી ભોજન શોધવા ક્યાં જશે? તેમણે જનતાને સવારલ કરતા કહ્યું કે આ વાત સાચી છે કે ખોટી? ભાષણ બાદ મીડિયા સાથેની વાતચીતમાં આવ્હાડે કહ્યું હતું કે, મે કોઈ વિવાદિત નિવેદન નથી આપ્યું. હું મારા નિવેદન પર તટસ્થ છું. શ્રી રામને શાકાહારી બનાવાઈ રહ્યા છે. શું વનવાસ દરમિયાન તેમણે મેથીની ભાજી ખાધી હતી? આ દેશમાં 80 ટકા લોકો માંસાહાર કરે છે અને તેઓ રામ ભક્ત છે.
ADVERTISEMENT