Ram Mandir: 31 વર્ષ પહેલા રામલલાના દર્શન કરીને નરેન્દ્ર મોદીએ લીધી હતી આ ભીષ્મ પ્રતિજ્ઞા, 28 વર્ષ સુધી નહોતા ગયા અયોધ્યા

મોદી હૈ તો મુમકિન હૈ…, મોદી કી ગેરંટી……, જેવા સ્લોગનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પ્રતિજ્ઞા પણ હવે સાકાર થવા જઈ રહી છે. 11 ડિસેમ્બર…

gujarattak
follow google news
મોદી હૈ તો મુમકિન હૈ…, મોદી કી ગેરંટી……, જેવા સ્લોગનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પ્રતિજ્ઞા પણ હવે સાકાર થવા જઈ રહી છે. 11 ડિસેમ્બર 1991ના રોજ શરૂ થયેલી કન્યાકુમારીથી કાશ્મરી સુધીની એકતા યાત્રા દરમિયાન 14 જાન્યુઆરી 1992ના રોજ તેઓ (પીએમ મોદી)અયોધ્યા ગયા હતા.

અયોધ્યામાં લીધી હતી એક પ્રતિજ્ઞા

અયોધ્યામાં રામલલાના દર્શન કરતી વખતે જ તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે મંદિર નિર્માણ થયા પછી જ તેઓ તેમની પાસે આવશે. તેઓ જ્યારે પહેલીવાર અયોધ્યા ગયા હતા ત્યારે તેઓ એક સામાન્ય કાર્યકર હતા. તેમણે જે પ્રતિજ્ઞા લીધી, તે ભીષ્મ પ્રતિજ્ઞા બની ગઈ. હવે ચાલો જાણીએ તે સ્થળ વિશે જ્યાં પીએમ મોદી અયોધ્યાની પ્રથમ યાત્રા દરમિયાન રોકાયા હતા અને ભોજન લીધું હતું.

પહેલીવાર જાનકી મહેલમાં રોકાયા હતા મોદી

રામજન્મભૂમિથી દોઢ કિલોમીટરના અંતરે જાનકી મહેલ ટ્રસ્ટ આવેલું છે. અહીંના પ્રશાસક રામકુમાર શર્મા જણાવે છે કે નરેન્દ્ર મોદી જ્યારે પહેલીવાર આવ્યા હતા, ત્યારે તેઓ રૂમ નંબર 107માં રોકાયા હતા. તેમની સામે 108 નંબરના રૂમમાં મુરલી મનોહર જોશી રોકાયા હતા. તેમણે જાનકી મહેલમાં ભોજન પણ કર્યું હતું. ત્યારે કારસેવકપુરમ બન્યું નહોતું. મારી ઉંમર લગભગ 35 વર્ષ હતી. પીએમ મોદી પણ લગભગ મારી ઉંમરના જ હતા.

બંધ તાળાની પાછળ છુપાયેલો છે ઈતિહાસ

જાનકી મહેલ ટ્રેસ્ટમાં જ રાજમાતા સિંધિયા રોકાતા હતા. અશોક સિંહલ, ચંપત રાય વગેરે પણ અહીં જ રોકાતા હતા. આજે આ રૂમ જર્જરિત થઈ ચૂક્યો છે. તેમાં તાળું લાગેલું રહે છે. બંધ તાળાની પાછળ એક ઈતિહાસ છુપાયેલો છે.

પ્રતિજ્ઞા લીધા બાદ 28 વર્ષ સુધી નહોતા ગયા અયોધ્યા

પીએમ મોદીએ અયોધ્યામાં જે પ્રતિજ્ઞા લીધી, તેને તેઓએ નીભાવી. 14 જાન્યુઆરી 1992 બાદ તેઓ 28 વર્ષ સુધી અયોધ્યા નહોતા ગયા. 9 નવેમ્બર 2019ના રોજ રામ મંદિરના પક્ષમાં નિર્ણય આવ્યા બાદ જ્યારે 5 ઓગસ્ટ 2020ના રોજ રામ મંદિરના ભૂમિપૂજનની તારીખ નક્કી થઈ, ત્યારે પીએમ મોદીએ અયોધ્યા જવાની જાહેરાત કરી. તેઓએ અયોધ્યા જઈને રામ મંદિરનો શિલાન્યાસ પણ કર્યો.

રોડ શૉ યોજીને રચ્યો ઈતિહાસ

2022માં પણ તેઓ અયોધ્યા ગયા હતા અને દીપોત્સવમાં સામેલ થયા હતા. પછી 30 ડિસેમ્બર 2023ના રોજ તેમણે અયોધ્યામાં રોડ શૉ કરીને ઈતિહાસ રચ્યો. રામનગરીમાં રોડ શૉ કરતના તેઓ પ્રથમ વડાપ્રધાન બન્યા. હવે 22 જાન્યુઆરીએ જ્યારે રામ મંદિરનું ઉદ્ધાટન થવા જઈ રહ્યું છે ત્યારે તેમની પ્રતિજ્ઞા ચર્ચામાં છે.
    follow whatsapp