રેલવે સ્ટેશન બાદ હવે બદલવામાં આવ્યું અયોધ્યાના એરપોર્ટનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે

Ayodhya Airport: અયોધ્યામાં રેલવે સ્ટેશન બાદ હવે એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. તેનું નામ બદલીને હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ કરી દેવામાં…

gujarattak
follow google news

Ayodhya Airport: અયોધ્યામાં રેલવે સ્ટેશન બાદ હવે એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. તેનું નામ બદલીને હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી આ એરપોર્ટ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાતું હતું. અગાઉ અહીંના રેલ્વે સ્ટેશનનું નામ અયોધ્યા જંકશનથી બદલીને અયોધ્યા ધામ કરવામાં આવ્યું હતું.

દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઇટ થશે શરૂ

તમને જણાવી દઈએ કે, આ એરપોર્ટથી 11 જાન્યુઆરી, 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ ફ્લાઈટ્સ ઓપરેટ થશે. પ્રથમ તબક્કામાં અયોધ્યાથી દિલ્હી અને અમદાવાદ માટે ફ્લાઈટ શરૂ થવા જઈ રહી છે. 6 જાન્યુઆરીએ પહેલી ફ્લાઈટ દિલ્હીથી સવારે 11.55 વાગ્યે ઉડાન ભરશે અને બપોરે 1.15 વાગ્યે અયોધ્યા પહોંચશે. આ ફ્લાઈટ અયોધ્યાથી બપોરે 1.45 વાગ્યે રવાના થશે અને બપોરે 3 વાગ્યે દિલ્હી પહોંચશે.

શું કહ્યું ઈન્ડિગોના અધિકારીએ?

ઈન્ડિગોના ગ્લોબલ સેલ્સ હેડ વિનય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, 10 જાન્યુઆરીથી દિલ્હીથી અયોધ્યા અને અયોધ્યાથી દિલ્હી વચ્ચેની દૈનિક ફ્લાઈટ્સ એક જ સમયે ઓપરેટ થશે. અમદાવાદથી અયોધ્યા અને અયોધ્યાથી અમદાવાદની ફ્લાઈટ મંગળવાર, ગુરુવાર અને શનિવારે ઓપરેટ થશે.

11 જાન્યુઆરીએ ફ્લાઇટ અમદાવાદથી સવારે 9.10 વાગ્યે ઉડાન ભરશે અને સવારે 11 વાગ્યે અયોધ્યા પહોંચશે. તે રાત્રે 11.30 કલાકે અયોધ્યાથી નીકળશે અને 1.40 કલાકે અમદાવાદ પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીથી અયોધ્યાનું અંતર ફ્લાઈટ દ્વારા 1 કલાક 20 મિનિટમાં કાપવામાં આવશે.

રામ મંદિરની તર્જ પર તૈયાર થયું છે અરપોર્ટ

અયોધ્યા એરપોર્ટના ટર્મિનલને પણ ખૂબ જ ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે. રામની નગરીમાં બની રહેલા એરપોર્ટની એક મોટી ખાસિયત એ છે કે તેને મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે. એરપોર્ટની દીવાલો પર બ્યુટીફિકેશન માટે રામાયણ સંબંધિત મહત્વપૂર્ણ તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. એરપોર્ટનું વાસ્તુ અને ડિઝાઇન ખૂબ જ ખાસ છે. તે સંપૂર્ણપણ શ્રી રામના જીવન સાથે પ્રેરિત છે.

નાગર શૈલીમાં બન્યું છે અરપોર્ટ

અયોધ્યાના આ એરપોર્ટને નાગર શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેને આર્કિટેક્ટ વિપુર (VIPUL VARSHNEYA) અને તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વિપુલ વાર્શ્નેય કહે છે કે, એરપોર્ટના સાત શિખરો નાગર શૈલીથી પ્રેરિત છે. મુખ્ય શિખર મધ્યમાં છે અને આગળના ભાગમાં 3 અને પાછળ 3 શિખરો છે. નાગર શૈલી ઉત્તર ભારતની મંદિર નરમ્ન્મ્ક્જ (Narmnmkj) શૈલી છે. આ સિવાય એરપોર્ટ પર ભગવાન શ્રીરામને દરેક જગ્યાએ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બહાર ધનુષનું મોટું ભીંતચિત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ મુખ્યત્વે સાત સ્તંભો પર બનાવાયું છે, જે રામાયણના સાત કાંડોથી પ્રેરિત છે. આ સ્તંભો પર આકૃતિ અને સજાવટ પણ તે રીતે જ કરવામાં આવી છે.

 

    follow whatsapp