નવી દિલ્હી : માઇકલ ક્લાર્કનું અંગત જીવન ફરીએકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. માઇકલ ક્લાર્ક પર તેમની પ્રેમિકા જેડ યારબ્રોજે છળનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ક્લાર્ક પર તેની પ્રેમિકા લાફા મારી રહી છે. અંતમાં ક્લાર્ક જેડ યારબ્રોજની બહેન જેસ્મિનને મુક્કો મારે છે. ડેલી ટેલીગ્રાફના ક્લાર્ક અને જેડ યારબ્રોજની આ મારામારી મુદ્દે પોસ્ટ પણ કરી હતી.
ADVERTISEMENT
માઇકલ ક્લાર્ક શર્ટલેસ અવસ્થામાં છે
વીડિયોમાં માઇકલ ક્લાર્ક શર્ટલેસ જોવા મળે છે. વીડિયોમાં ક્લાર્કને પોતાના પર લાગેલા આરોપોનો ઇન્કાર કરતા સાંભળી શકાય છે. ક્લાર્ક વીડિયોમાં કહી રહ્યા છે કે, હું કસમ ખાઇને કહું છું કે આ સત્ય નથી. હું મારી પુત્રીની કસમ ખાઇને કહું છું. રિપોર્ટ અનુસાર ક્લાર્ક પોતાની પ્રેમિકા, યારબ્રોજની બહેન જૈસ્મીન અને તેના પતિ કાર્લ સ્ટેફનોવિકની સાથે રજા ગાળી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર આ ચારેય પોતાના મિત્રની સાથે ડીનર પર હતા, ત્યારે જ આ વિવાદ પેદા થયો હતો. યારબ્રોજની બહેન જસ્મિન ઓસ્ટ્રિલાની ખ્યાતનામ ટીવી હોસ્ટ છે.
ક્લાર્ક રંગીન મિજાજના કારણે અનેક વાર ચર્ચામાં રહે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ કેપ્ટનનું નામ સૌથી પહેલા મોડલ લારા બિંગલ સાથે જોડવામાં આવ્યા હતા. 2007 માં બંન્નેએ ડેટિંગ શરૂ કરી હતી. વર્ષ 2010 માં બિંગલના શોવર વાળી તસવીર સોશિયલ મીડિયા પર લીક થયા બાદ ક્લાર્ક અને બિંગલ 2010 માં અલગ થઇ ગયા હતા. વર્ષ 2012 માં માઇકલ ક્લાર્કે કાઇલી બોલ્ડી સાથે લગ્ન કર્યા હતા.
કાઇલી સાથે 2020 માં બંન્ને છુટા પડી ગયા હતા
કાઇલી બોલ્ડી સિડનીના વેસ્ટફિલ્ડ્સ સ્પોર્ટ્સ હાઇમાં ક્લાર્કની ક્લાસ મેટ રહી ચુક્યા હતા. કાઇલી અને ક્લાર્કે વર્ષ 2015 માં એક સાથે એક બાળકનું સ્વાગત કર્યું. જો કે 2020 માં બંન્નેના છુટાછેડા થઇ ગયા. ત્યાર બાદ ક્લાર્કે ફેશન ડિઝાઇનર પિપ એડવર્ડ્સને ડેટ કરવાનું શરૂ કર્યું હતું, જો કે પિપ સાથે પણ તેઓ છુટા પડી ગયા હતા.
ફુટેજમાં ક્લાર્ક પોતાની સાળીને મુક્કો મારતો પણ જોઇ શકાય છે
ફુટેજ સામે આવ્યા બાદ ક્વીન્સલેન્ડ પોલીસ આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. પોલીસે ગુરૂવારે સાંજે કહ્યું કે, ક્વીન્સલેન્ડ પોલીસ એક 30 વર્ષીય મહિલા અને 41 વર્ષીય વ્યક્તિ વચ્ચે થયેલી ઘટનાની તપાસ કરી રહ્યા છે. ક્લાર્ક 41 વર્ષનો છે અને તેની ગર્લફ્રેન્ડ જેડ યારબ્રોજ 30 વર્ષની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માઇકલ ક્લાર્કની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ પણ જીતી ચુક્યું હતું. ક્લાર્કે પોતાના ટીમને ટેસ્ટ રૈંકિંગમાં ટોપના સ્થાને પરત લાવવામાં પણ મહત્વની ભુમિકા નિભાવી હતી. ક્લાર્કે 2011 માં રિકી પોઇન્ટિંગની જગ્યાએ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. ત્યાર બાદ 2015 ની એશિઝ સિરિઝ બાદ તેમણે રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT