ગાઝાની અલ-શિફા હોસ્પિટલ પર હુમલો, 22 લોકોના મોત; ઈઝરાયલનો દાવો- છુપાયા હતા આતંકવાદીઓ

Israel-Gaza War: ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર હુમલો થયો છે. આ હુમલામાં 22 લોકોના મોતના થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પેલેસ્ટાઈને…

gujarattak
follow google news

Israel-Gaza War: ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર હુમલો થયો છે. આ હુમલામાં 22 લોકોના મોતના થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પેલેસ્ટાઈને આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. જોકે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાઝાની અલ-શિફા હોસ્પિટલને બે દિવસથી ઈઝરાયલે ઘેરીને રાખી હતી. ઈઝરાયલનું કહેવું છે કે, અહીં આતંકવાદીઓ છુપાયા હતા.

80 હજાર લોકો હોસ્પિટલમાં લઈ રહ્યા હતા આશરો

ગાઝાના ઉત્તરીય યુદ્ધ ઝોનમાંથી જીવ બચાવીને ભાગી રહેલા પેલેસ્ટાઈનના નાગરિકોએ જણાવ્યું કે, ગાઝા શહેરના મધ્યમાં આવેલી શિફા હોસ્પિટલમાં આશ્રય લેતા હજારો લોકો રાતે થયેલા બ્લાસ્ટ બાદ ત્યાંથી ભાગી ગયા. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે 80,000 લોકો હોસ્પિટલમાં આશરો લઈ રહ્યા હતા.

11 હજારથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત

હોસ્પિટલમાંથી શુક્રવારે ભાગી ગયેલા લોકોમાંથી કેટલાકે જણાવ્યું કે, બિલ્ડિંગમાં હાલમાં સેંકડો ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દીઓ અને ડોક્ટરો જ છે. તો બીજી બાજુ ફોન અને ઈન્ટરનેટ સેવમાં વિક્ષેપને કારણએ શિફા હોસ્પિટલના ડોકટરોનો સંપર્ક થઈ રહ્યો નથી. હમાસ શાસિત ગાઝા પટ્ટીના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં મૃત્યુ પામેલા પેલેસ્ટિનિયન નાગરિકોની સંખ્યા 11,000ને વટાવી ગઈ છે.

50 ટકાથી વધુ મકાનોને નુકસાન

ઈઝરાયલના હુમલાઓથી ગાઝા પટ્ટી વિસ્તારમાં આવેલા અડધાથી વધુ હાઉસિંગ એકમોને નુકસાન પહોંચ્યું છે અને તેમાંથી 40,000થી વધુ સંપૂર્ણ નાશ પામ્યા છે. પેલેસ્ટિનિયન એન્ક્લેવની સરકારે શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી આપી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગાઝામાં 50 ટકાથી વધુ આવાસ એકમોને ઈઝરાયેલના હવાઈ હુમલા અને ફાયરિંગથી નુકસાન થયું છે અને 40,000થી વધુ આવાસ એકમો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

 

 

    follow whatsapp