Pakistan ના ગ્વાદરમાં ચીની નાગરિકો-પાકિસ્તાની આર્મી પર હુમલો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરોને લઈ જઈ રહેલા કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ચીની નાગરિકો સહિત અનેક લોકોના મોત થયા છે. પાકિસ્તાનના…

Attack on Pakistani Army in gwadar

Attack on Pakistani Army in gwadar

follow google news

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરોને લઈ જઈ રહેલા કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ચીની નાગરિકો સહિત અનેક લોકોના મોત થયા છે. પાકિસ્તાનના સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે અલગાવવાદીઓ પણ માર્યા ગયા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને દાવો કર્યો છે કે આ હુમલામાં 4 ચીની નાગરિકો અને 9 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલો

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીની એન્જિનિયરોને લઈ જઈ રહેલા કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઘણા લોકોના મોત થયા છે. જ્યારે પાકિસ્તાનના બે સુરક્ષાકર્મી ઘાયલ થયા છે. આ હુમલો રવિવારે ગ્વાદરમાં ફકીર બ્રિજ પર થયો હતો. પાકિસ્તાને આ હુમલાની પુષ્ટિ કરી છે. આની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી દ્વારા લેવામાં આવી છે. આ હુમલામાં 4 ચીની નાગરિકો અને 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ગ્વાદરના ફકીર બ્રિજ પર ચીની એન્જિનિયરોને લઈ જઈ રહેલા 7 વાહનોના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો.

બંન્ને જુથો વચ્ચે સતત ગોળીબાર

જે બાદ બંને તરફથી સતત વિસ્ફોટ અને ગોળીબાર થઈ રહ્યો હતો. આ હુમલા બાદ ગ્વાદરને સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું અને કોઈપણ વાહનને શહેરમાં જવા અને પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. #Pakistan #Bloochistan ના #Gwadar માં આવેલ ફકીર બ્રિજ પર #Chinese Construction કંપની માટે કામ કરતા એન્જિનિયરોના કાફલા પર હુમલો થતાં 2 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.

અલગતાવાદી ગ્રુપના સૈનિકો ભાગવામાં સફળ

સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્તારને ખાલી કરવા માટે ઓપરેશન ચાલુ છે, ફાયરિંગ ચાલુ છે. 2023જાહેરાત ‘ધ બલૂચિસ્તાન પોસ્ટ’ અનુસાર, સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે અલગાવવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે અન્ય ભાગવામાં સફળ થયા હતા. પાકિસ્તાની સેના તેમને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ હુમલાની વચ્ચે પાકિસ્તાનમાં ચીની વાણિજ્ય દૂતાવાસોએ બલુચિસ્તાન અને સિંધમાં તેમના નાગરિકોને આગામી આદેશો સુધી તેમના ઘરોમાં જ રહેવાનો આદેશ જારી કર્યો છે. ગ્વાદરમાં આજની શરૂઆતનો વીડિયો. પાકિસ્તાની સુરક્ષા દળોના જવાનો કવર લેતા હોવાથી ગોળીબાર સંભળાય છે.

બલુચ લિબરેશન આર્મીના કાફલા પર હુમલો

જ્યારે બલૂચ લિબરેશન આર્મીના મજીદ બ્રિગેડ (આત્મઘાતી ટુકડી) એ ચીની એન્જિનિયરોના કાફલા પરના હુમલાની જવાબદારી લીધી છે. BLAએ દાવો કર્યો છે કે, હુમલો હજુ પણ ચાલુ છે અને વધુ માહિતી પછી જાહેર કરવામાં આવશે. ચીની એન્જિનિયરોના કાફલા પર હુમલા બાદ ગ્વાદરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટો ચાલુ છે. બંદરને કોર્ડન કરી દેવામાં આવ્યું છે કારણ કે, તમામ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. ‘ધ બલૂચિસ્તાન પોસ્ટ’ અનુસાર બંદરીય શહેર ગ્વાદરમાં વિસ્ફોટ અને ગોળીબારના અવાજો સંભળાતા હતા.

બંન્ને જુથો વચ્ચે હજી પણ ધમાસાણ ગોળીબાર

જ્યાં તમામ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ હતા. ચાઈનીઝ એન્જિનિયરોના કાફલા પર સવારે 9.30 વાગ્યે હુમલો શરૂ થયો હતો, જે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. આ હુમલા અને એન્કાઉન્ટરના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે.

    follow whatsapp