Two ISIS terrorists arrested by Jharkhand ATS: ઝારખંડની આતંકવાદ વિરોધી ટુકડીએ (ATS) બુધવારે (8 નવેમ્બર) ના રોજ બે કથિત ISIS ઓપરેટિવ્સની ધરપકડ કરી છે. પોલીસના અધિકારીક નિવેદન અનુસાર એકની ગોડ્ડામાંથી અને બીજાની હજારીબાગમાંથી ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી કે, બંન્ને આતંકવાદીઓની ઓળખ અરિઝ હસનૈન અને મોહમ્મદ નસીમ તરીકે થઈ છે.
ADVERTISEMENT
Jharkhand ATS has arrested two ISIS operatives from Godda and Hazaribagh. More details awaited.
— ANI (@ANI) November 8, 2023
સોશિયલ મીડિયા દ્વારા અન્ય યુવાનોના બ્રેઇન વોશ કરતા
ATS એ ખુલાસો કર્યો છે કે, અરિઝ સોશિયલ મીડિયા દ્વારા ISIS ની વિચારધારા ફેલાવીને લોકોને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરતો હતો. તે પેલેસ્ટાઈન જવા માંગતો હતો. ત્યારબાદ તેનો ઉદ્દેશ્ય પોતે જ ધર્મને ફોલો કરે છે તે ઇસ્લામની અત્યંત પવિત્ર અલ અક્સા મસ્જિદ પર આત્મઘાતી હુમલો કરવાનો પણ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
Jharkhand ATS had received the information that Ariz Hasnain, a resident of Rahmat Nagar under Asanbani PS, Godda was spreading ISIS ideology through social media and radicalizing innocent people. Acting upon the information, ATS interrogated him and found his association with… pic.twitter.com/Hhx0uT0prz
— ANI (@ANI) November 8, 2023
ATSએ શું કહ્યું?
ATSએ જણાવ્યું કે, અરિઝની પૂછપરછ દરમિયાન અને તેનો ફોન તપાસ્યા બાદ જાણવા મળ્યું કે મોહમ્મદ નસીમ નામનો અન્ય એક વ્યક્તિ પણ ISIS સાથે સંકળાયેલો છે. આ દરમિયાન અરિઝની મોબાઈલ ચેટ જોયા બાદ જાણવા મળ્યું કે નસીમે તેને જેહાદ અને કુફરા નામના બે પુસ્તકો મોકલ્યા હતા. બંને પુસ્તકો ISISની વિચારધારા પર આધારિત છે. નસીમ પાકિસ્તાનના આતંકવાદીઓના સંપર્કમાં પણ હતો.
યુપીમાંથી પણ ISISના લોકોની ધરપકડ કરવામાં આવી છે
ઉત્તર પ્રદેશ ATSએ તાજેતરમાં અલીગઢમાંથી ISIS સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કરી હતી. બંને પાસેથી પ્રતિબંધિત સાહિત્ય અને પેન ડ્રાઈવ મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ અબ્દુલ્લા અરસલાન અને માઝ બિન તારિક તરીકે થઈ છે.હાલ તો સમગ્ર મામલે એટીએસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. તપાસના અંતે અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
ADVERTISEMENT