સંજય શર્મા.નવી દિલ્હીઃ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરતા અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં પર ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી એફિડેવિટ અને એક્શન સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ બે માફિયા ભાઈઓની હત્યા પહેલા થયેલા અસદ એન્કાઉન્ટર અંગે પણ વિગતવાર સોગંદનામું પણ માંગ્યું છે. એક રીતે એન્કાઉન્ટર અને હત્યાના મામલામાં ઉત્તર પ્રદેશ સરકારને હવે સુપ્રીમ કોર્ટ સામે જવાબો રજૂ કરવા તૈયારી કરી લેવા જેવો ઘાટ ઘડાયો છે.
ADVERTISEMENT
વિકાસ દુબે મામલામાં પણ સુપ્રીમે માગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના કેસમાં હસ્તક્ષેપ કરતા ન માત્ર તે હત્યાને લગતા પણ તેના પુત્ર અસદના એન્કાઉન્ટર મામલામાં પણ રિપોર્ટ્સ અને સોગંદનામા સુધીના આદેશો ઉત્તરપ્રદેશ સરકારને કર્યા છે. કોર્ટે યુપી સરકારને એ પણ પૂછ્યું કે વિકાસ દુબે એન્કાઉન્ટર પછી પોલીસની કામગીરી અંગે જસ્ટિસ બીએસ ચૌહાણના રિપોર્ટ પર શું કાર્યવાહી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને માફિયા ડોન અતીક-અશરફની હત્યાની તપાસની માંગ કરતી પીઆઈએલ પર સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ. જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ સમક્ષ આ પીઆઈએલ પર સુનાવણી દરમિયાન અરજદારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ભાજપ નેતા હાર્દિક પટેલને 2015ના આંદોલન કેસમાં આપ્યા જામીન
સુપ્રીમનો સવાલઃ બંનેને ચાલતા કેમ લઈ જવાયા?
આ સાથે, ઉત્તર પ્રદેશમાં 2017 થી અત્યાર સુધીમાં 183 એન્કાઉન્ટરની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ નિષ્ણાત સમિતિ દ્વારા કરાવવાની પણ માંગ છે. યુપી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે હુમલાખોરો ત્રણ દિવસથી રેકી કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને મોટો સવાલ પૂછ્યો કે જો અતીકની મેડિકલ ટ્રીટમેન્ટ થઈ રહી હતી તો એમ્બ્યુલન્સ ગેટની અંદર કેમ ન ગઈ હતી? અમે ટીવી પર જોયું કે, હોસ્પિટલની બહાર અતિક અને તેના ભાઈને જાહેરમાં પરેડ કેમ કરાવવામાં આવી રહી હતી? સુપ્રીમ કોર્ટમાં યુપી સરકારે કહ્યું કે, આ મામલાની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવામાં આવી છે. યુપી સરકારે આ મામલે ઝડપથી કાર્યવાહી કરી હતી. અરજીકર્તાએ યુપી સરકારના તપાસ પંચ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આમાં સરકારની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે.
પુરાવાનો અભાવઃ જિયા ખાન સ્યુસાઈડ કેસમાંથી સૂરચ પંચોલી નિર્દોષ છૂટ્યો
3 અઠવાડિયા પછી સુનાવણી
સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પાસેથી લીધેલા પગલાં અંગે સ્ટેટસ રિપોર્ટ અને એફિડેવિટ માંગી હતી. સરકારે કહ્યું કે વિકાસ દુબે એન્કાઉન્ટર પછી રચાયેલી જસ્ટિસ બીએસ ચૌહાણ કમિટીના રિપોર્ટને ધ્યાનમાં રાખીને પણ પગલાં લેવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે ત્રણ અઠવાડિયા પછી સુનાવણી થશે. યુપી સરકાર હવે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દ્વારા જણાવશે કે અતીક અશરફની હત્યા કયા સંજોગોમાં થઈ હતી અને વિકાસ દુબે એન્કાઉન્ટરની તપાસ માટે રચવામાં આવેલા જસ્ટિસ બીએસ ચૌહાણના રિપોર્ટના આધારે સરકારે શું પગલાં લીધાં છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT