ઇદ પહેલાની નમાજ મસ્જિદમાં અતિક-અશરફ ઝીંદાબાદ, યોગી-મોદી હાય હાયના નારા લાગ્યા

Atiq Murder case: માફિયામાંથી નેતા બની ગયેલા ઉત્તરપ્રદેશના કુખ્યાત અતીક અહેમદની હત્યાની આગ હવે બિહારમાં પહોંચી ચુકી છે. રાજધાની પટનામાં શુક્રવારે અતીકના સમર્થનમાં પ્રદર્શન કરવામાં…

chants for Atiq ahmed from Mosque

chants for Atiq ahmed from Mosque

follow google news

Atiq Murder case: માફિયામાંથી નેતા બની ગયેલા ઉત્તરપ્રદેશના કુખ્યાત અતીક અહેમદની હત્યાની આગ હવે બિહારમાં પહોંચી ચુકી છે. રાજધાની પટનામાં શુક્રવારે અતીકના સમર્થનમાં પ્રદર્શન કરવામાં આવ્યું. પટના રેલવે જંક્શન પાસે આવેલી જામા મસ્જિદમાં મુસ્લિમ સમુદાયના લોકોએ અતીક અને અશરફના પક્ષમાં નારેબાજી કરી હતી. અતીક અહેમદ અમર રહે અને અશરફ અહેમદ અમર રહો જેવા નારા લગાવતા વાતાવરણ તંગ બન્યું હતું. વીડિયો વાયરલ થતા હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રયાગરાજમાં અચાનક થયેલા ફાયરિંગમાં બંન્નેના મોત
15 એપ્રીલની રાત્રે પ્રયાગરાજમાં મેડિકલ તપાસ દરમિયાન ત્રણ અચાનક આવી ગયેલા યુવાનોએ ધાણીફુટ ગોળીબાર કરીને હત્યા કરી દીધી હતી. મીડિયાના કેમેરાની સામે અરૂણ, સની અને લવલેશ નામના યુવકોના બંન્ને પર અંધાધુંધ ફાયરિંગ કરીને ખલબલી મચાવી દીધી હતી. ઇદની પહેલા બિહારમાં મોટો વિવાદ થઇ ગયો છે. વિવાદની જડમાં ઉત્તરપ્રદેશના કુખ્યાત માફિયા પોલીટિશિયન અતીક અહેમદ હત્યાકાંડ છે. શુક્રવારે પટના જંક્શન પાસે તે સમયે વિચિત્ર સ્થિતિ પેદા થઇ ગઇ જ્યારે મુસલમાન સમુદાયના કેટલાક લોકો અલવિદાની નમાજ બાદ રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્ટેશન ખાતે જામા મસ્જિદમાં નમાજ પઢ્યા બાદ લોકોએ એક રેલી કાઢીને રસ્તા પર પ્રદર્શન કરવા લાગ્યા હતા.

અતિક-અશરફ-અસદના સમર્થનમાં નારા લાગ્યા હતા
તમામ અતીક અહેમદના સમર્થનમાં નારેબાજી કરવા લાગ્યા હતા. પ્રદર્શનકર્તાઓએ અતીક, અશરફ અને અતીકના પુત્ર અસદને શહીદ ગણાવીને અતીક અહેમદ અમર રહેના નારા લગાવ્યા હતા. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની વિરુદ્ધ પણ નારેબાજી કરવામાં આવી હતી. પ્રદર્શનકર્તાઓએ યોગી-મોદી મુર્દાબાદના નારા લગાવ્યા હતા. પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા રઇસ ગઝનવી નામના વ્યક્તિએ કહ્યું કે, અતીક અહેમદ અશરફ અહેમદ અને અસદને આયોજનબદ્ધ રીતે મારવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસ અને મીડિયાનો પણ હાથ છે. ગઝનવીએ કહ્યું કે, પોલીસ અને મીડિયાનો પણ આમાં હાથ છે. પવિત્ર મહિનામાં ગુંડાઓના હાથે પોલીસે જ આ બંન્ને ભાઇઓની હત્યા કરાવી નાખી. એટલે સમગ્ર વિશ્વના મુસમાનોમાં અતીક અહેમદને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો છે.

રઇસે કહ્યું કોર્ટે ફાંસી આપી હોત તો મંજૂર પણ અસંવૈધાનીક હત્યા નહી
રઇસે જેહાદી અંદાજમાં રસ્તા પર બુમો પાડવા લાગ્યા હતા. જો કે તેણે કહ્યું કે, જો કોર્ટે તેને ફાંસી આપી હોત તો તે અમને મંજૂર હતું. કોર્ટે પોલીસ રિમાન્ડ આપ્યા હતા. બંન્નેની જવાબદારી પણ સ્વિકારી હતી. જો કે જે પ્રકારે બંન્નેની હત્યા કરવામાં આવી છે. આ ઉપરાંત તેના પુત્ર અસદનું જે પ્રકારે એન્કાઉન્ટર કરવામાં આવ્યું તે બિન સંવૈધાનિક છે. અયોગ્ય છે. જે પ્રકારે આ લોકોને મારવામાં આવ્યા તે અમને મંજૂર નથી.

    follow whatsapp