અતીક અહેમદ દોષિત સાબિત થયા બાદ જજને કરી એક મોટી વાત

UMESH PAL CASE : પ્રયાગરાજની MP-MLA કોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે માફિયા અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષીત જાહેર કર્યા છે. તેના થોડા…

gujarattak
follow google news

UMESH PAL CASE : પ્રયાગરાજની MP-MLA કોર્ટે મંગળવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે માફિયા અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષીત જાહેર કર્યા છે. તેના થોડા સમય બાદ કોર્ટે તમામ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. તેના થોડા સમય બાદ કોર્ટે તમામ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જ્યારે અતિકના ભાઇ અશરફ અહેમદ સહિત સાત આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. પૂર્વ સાંસદ અતીક અહેમદને 2005 માં બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યાકાંડ મુદ્દે સાક્ષી ઉમેશ પાલના અપહરણ મુદ્દે મંગળવારે કોર્ટે સજા ફટકારી છે. સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટે સોમવરે પોતાના ચુકાદામાં પૂર્વ સાંસદ અને અન્ય આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. અતીક અહેમદ સહિત ત્રણેય દોષીતો પર ઉંમરકેદની સજા ફટકારતા કોર્ટે તેમના પર એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ઉમેશ પાલના પરિવારને ચુકવવો પડશે.

અતિક અહેમદને આઇપીસીની કલમ 364 એ હેઠળ દોષીત જાહેર કર્યો
અતિક અહેમદને આઇપીસીની કલ 364 A સહિત અનેક કલમોમાં દોષીત ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે અતીક અહેમદના ભાઇ ખાલિદ અજીમ ઉર્ફે શરફને નિર્દોષ ગણાવાયો છે. અતીક અહેમદ સહિત દોષીત જાહેર થયા બાદ સુનાવણી થઇ હતી. સુનાવણીમાં અભિયોજનના મહત્તમ સજાની ભલામણ કરી હતી. આરોપીઓ માટે ફાંસીની સજાની માંગ કરી હતી. જ્યારે અતિકના વકીલ દ્વારા બિમારી, ઉંમર અને જનપ્રતિનિધઇ હોવાનો હવાલો ટાંકીને સજા ઘટાડવા માટેની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે બંન્ને પક્ષો વચ્ચે આશરે 1 કલાક સુધી ચર્ચા ચાલી હતી.

બસપા ધારાસભ્ય રાજુ પાલની 2005 માં કરી હતી હત્યા
બસપા ધારાસભ્ય રાજુપાલની 25 જાન્યુઆરી, 2005 ના રોજ હત્યા બાદ તત્કાલીન જિલ્લા પંચાયત સભ્ય ઉમેશ પાલે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ હત્યાના સાક્ષી હતા. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તેણે અતીક અહેમદ પર દબાણથી પાછા હટવાનો ઇન્કાર કર્યો તો 28 ફેબ્રુઆરી 2006 ના રોજ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. અતીક તેના ભાઇ અશરફ અને ચાર અજાણ્યા લોકો વિરુદ્ધ પાંચ જુલાઇ 2007 ના રોજ આ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં રજુ કરવામાં આવેલા આરોપ પત્રમાં 11 આરોપીઓનો ઉલ્લેખ છે.

આ કેસમાં બે આરોપીઓને કોર્ટે સજા ફટકારી
આ કેસમાં અશરફ અહેમદ, ફરહાન, જાવેદ, ઇશાર, આસિફ મલ્લી અને અંસાર નિર્દોષ સિદ્ધ થયા હતા. જ્યારે એક આરોપી અંસારનું મોત થઇ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહેમદ ઉમેશ પાલ હત્યાકાંડ સહિત 100 કરતા વધારે ગુનાઓનો આરોપી છે. જો કે જ્યારે ઉમેશ પાલને જ્યારે સજા ફટકારવામાં આવી ત્યાર બાદ અતિક પોતાના ભાઇને ભેટીને ખુબ રડી પડ્યો હતો. અતીકે માંગ કરી હતી કે, તેને ફરીથી સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવવો જોઇએ. સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે તે પ્રમાણે મને ફરી એકવાર સાબરમતી જેલ ખાતે મોકલી આપો. પોલીસ મારા પર બીજા ખોટા કેસ લાદી દેશે. તેમ કહીને તે રડી પડ્યો હતો.

    follow whatsapp