લખનઉ : અતીક અને અશરફ અહેમદની હત્યા બાદ અનેક થિયરી પર ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. હવે એક નવી જ થિયરી પ્રકાશમાં આવી છે. આ થિયરી અનુસાર અતીકે જ પોતાની હત્યાનું ષડયંત્ર રચ્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વીડિયો બંન્નેની હત્યાની થોડી સેકન્ડો પહેલાનો છે. જેમાં તે હોસ્પિટલ ગાડી દ્વારા પહોંચે છે. ગાડીમાંથી ઉતર્યા બાદ તે જમણી તરફ જુએ છે અને પછી કોઇ એક વ્યક્તિને પોતાની તરફ આવવા માટે ઇશારો કરે છે.
ADVERTISEMENT
અતિક કોઇને ઇશારો કરીને પોતાના તરફ બોલાવી રહ્યો હોય તેવું જોઇ શકાય છે
એવું લાગી રહ્યું છે કે, તે કોઇ વ્યક્તિને ઇશારો કરીને પોતાની તરફ બોલાવે છે. ગાડી પર જ ઉભા થઇને બે ત્રણ સેકન્ડ સુધી તે બીજી તરફ જુએ છે. ગાડી પર જ ઉભા રહીને બે ત્રણ સેકન્ડ તે કોઇ વ્યક્તિને જોયા કરે છે. ત્યાર બાદ તે ગરદન હલાવીને કંઇક ઇશારો કરે છે. એવું લાગે છે કે તે પોતાના તરફથી કોઇ સિગ્નલ આપી રહ્યો છે અથવા તો તે પોતાના તરફ આવવા માટે કોઇને ઇશારો કરી રહ્યો છે. જેની થોડી જ સેકન્ડો બાદ પત્રકારના વેશમાં આવેલા લોકો ધડાધડ ફાયરિંગ કરે છે અને બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજે છે.
અતિકનો ઇશારા વાળી બાબત પર હાલ પોલીસે તપાસ શરૂ કરી
આ વીડિયોમાં જે તરફ જોઇને અતિક ઇશારો કરે છે હુમલાખોરો તે તરફથી જ સૌથી પહેલું ફાયર કરે છે તે પણ એક જોગાનુંજોગ છે કે પછીષઢયંત્રનો એક ભાગ? હાલ તો આવા અનેક દાવાઓ સાથેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. લોકો જાતભાતની થિયરીઓ ટ્વીટર પર શેર કરી રહ્યા છે. એવા સવાલો ઉઠી રહ્યા છે કે, અતીક અને અશરફે પોતે જ ગોળી ચલાવડાવી? આવું કરીને અતીક કરવા શું માંગતો હતો? આ કાવત્રું ક્યારે ઘડાયું અને કોણ કોણ તેમાં સંડોવાયેલા હતા. શું આવું કરીને અતીક સમગ્ર મામલાને સાંપ્રદાયિક રંગ આપવા માંગતો હતો. હત્યા બાદ હત્યારાઓએ જયશ્રી રામના નારા કેમ લગાવ્યા? અતિક હુમલો કરાવીને લોકોની સહાનુભુતિ જીતવા માંગતો હતો?
ADVERTISEMENT