મથુરા-વૃદાંવનથી આવતી બસમાં આગ લાગતા 9 યાત્રાળુ જીવતા ભડથું થયા, બૂમો પાડી છતા ડ્રાઈવરે બસ ન રોકી

Nuh Bus Fire Incident: હરિયાણાના નુહમાં એક ભયાનક અકસ્માતે અફરા-તફરી મચાવી દીધી હતી. શુક્રવાર-શનિવારની મધ્યરાત્રિએ અહીં પલવલ એક્સપ્રેસ વે પરથી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પસાર થઈ રહી હતી. દરમિયાન ચાલતી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

Nuh Bus Fire

Nuh Bus Fire

follow google news

Nuh Bus Fire Incident: હરિયાણાના નુહમાં એક ભયાનક અકસ્માતે અફરા-તફરી મચાવી દીધી હતી. શુક્રવાર-શનિવારની મધ્યરાત્રિએ અહીં પલવલ એક્સપ્રેસ વે પરથી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પસાર થઈ રહી હતી. દરમિયાન ચાલતી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, પરંતુ આ વાતથી અજાણ મુસાફરો અને ડ્રાઈવર રાબેતા મુજબ જઈ રહ્યા હતા. જ્યારે આસપાસના લોકોએ બસને આગ લાગતી જોઈ ત્યારે તેઓએ તેને રોકવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ડ્રાઈવર પર જોરથી બૂમો પાડી, પરંતુ તેણે કોઈ ધ્યાન આપ્યા વિના બસ ચલાવવાનું ચાલુ રાખ્યું અને આગ વધતી જ ગઈ.

બસ સળગાવવાની ઘટના નુહ જિલ્લાના કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર બની હતી. હરિયાણા અને પંજાબના 60 લોકો એક બસમાં મથુરા-વૃંદાવનથી પરત ફરી રહ્યા હતા. રાત્રે 1.30 વાગ્યાના સુમારે ચાલતી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જ્યારે લોકોએ જોયું, ત્યારે તેઓએ બસ ડ્રાઇવરને અવાજ લગાવ્યો, પરંતુ તેણે સાંભળ્યું નહીં અને બસ ચલાવતો રહ્યો. આ પછી, એક યુવકે બાઈક પર બસનો પીછો કર્યો અને ડ્રાઇવરને કહ્યું કે, બસમાં આગ લાગી છે.

અદર ફસાઈને ભડથું થયા લોકો

બસ ઉભી રહી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બસ સળગવા લાગી. બસની અંદર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. બધા પોતાનો જીવ બચાવવા નીચે ઉતરવા લાગ્યા. ગ્રામજનોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી પરંતુ આગ બુઝાવી શકી ત્યાં સુધીમાં અનેક લોકો દાઝી ગયા હતા. નવ લોકો અંદર ફસાયેલા હોવાને કારણે જ જીવતા સળગી ગયા હતા.

રસ્તા પર ટ્રાફિક જામ

આ પછી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બસમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ મુસાફરી કરી રહ્યા હતા. વહીવટી કર્મચારીઓ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતમાં બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. રોડ વચ્ચે અકસ્માતને પગલે રોડ પર જામ થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

6 મહિલા 3 પુરુષોના મોત

આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. જેમાં 6 મહિલા અને ત્રણ પુરૂષો છે. 8 લોકો ગંભીર રીતે ઘાયલ છે અને તેમની સારવાર ચાલુ છે.

    follow whatsapp