Maharashtra News: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીના મોતથી હડકંપ, મૃતકોમાં 12 નવજાત બાળકો

Maharashtra Government Hospital Death: મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. જેમાં 12 નવજાત શિશુ પણ સામેલ છે. આ બનાવથી આરોગ્ય…

gujarattak
follow google news

Maharashtra Government Hospital Death: મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. જેમાં 12 નવજાત શિશુ પણ સામેલ છે. આ બનાવથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ કરી હતી. મામલો શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલનો છે. મળતી માહિતી મુજબ, હાફકિન ટ્રેનિંગ, રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ

મળતી માહિતી મુજબ, હાફકિન ટ્રેનિંગ, રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ ઈન્સ્ટિટ્યૂટે દવાઓની ખરીદી બંધ કરી દીધી છે. જેના કારણે રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં દવાઓની ભારે અછત જોવા મળી રહી છે. સમયસર દવાઓ ન મળવાના કારણે દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે.

આવી સ્થિતિમાં શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓના મોત થયા છે. આ મામલે સરકારી હોસ્પિટલના અધિક્ષક એસ. આર. વાકોડેનો દાવો છે કે, દર્દીઓને છેલ્લી ઘડીએ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

‘દવાઓની અછત છે, દર્દીઓની સારવાર થઈ રહી છે’

તેમણે કહ્યું કે, દવાઓની પણ અછત છે. તે જોતા દર્દીઓને નજીકમાં ઉપલબ્ધ દવાઓ લખી સારવાર આપવામાં આવી રહી છે. 70 થી 80 કિલોમીટરના વિસ્તારના દર્દીઓને ડો. શંકરરાવ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. રવિવારે 24 કલાકમાં 12 બાળકોના મોત થયા હતા. ટ્રાન્સફરને કારણે થોડી મુશ્કેલી આવી છે.

‘ગંભીર દર્દીઓ માટે અહીં દવાઓ ઉપલબ્ધ છે’

હાફકીન પાસેથી દવાઓની ખરીદી થવાની હતી, પરંતુ તે થઈ શકી નહીં. જેના કારણે થોડી મુશ્કેલી ઉભી થઈ છે. દર્દીઓની સંખ્યા વધવાને કારણે બજેટમાં પણ થોડો ઘટાડો થયો છે. દવાઓના અભાવે મૃત્યુ થાય તેવું ક્યારેય થવા નથી દેતા. જરૂર જણાય તો સ્થાનિક સ્તરે દવાઓ ખરીદીને આપવામાં આવે છે. ગંભીર દર્દીઓ માટે અહીં બજેટ પ્રમાણે દવાઓ ઉપલબ્ધ છે.

આ ઘટનાથી નાંદેડમાં ખળભળાટ મચી ગયો છે અને આ મામલે તપાસની માંગ ઉઠી છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કહ્યું કે, “મને આ સમાચારની જાણ થતાં જ હું તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો. અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે. 70 લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. સરકારે આ અંગે પગલાં લેવા જોઈએ. ઘટના ગંભીર છે. વધુ તપાસ થવી જોઈએ.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દવાઓ ઉપલબ્ધ નથી. અમે સરકાર પાસે દર્દીઓને દવાઓ અને સુવિધા આપવા માંગણી કરીએ છીએ. આ ઘટના માટે હોસ્પિટલ પ્રશાસન અને સરકાર જવાબદાર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઓગસ્ટમાં મહારાષ્ટ્રની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં 24 કલાકમાં 18 દર્દીઓના મોતનો મામલો સામે આવ્યો હતો.

    follow whatsapp