નવી દિલ્હી: છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં 11 જવાનો શહીદ થઈ ગયા છે. દંતેવાડામાં અરનપુરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ફોર્સને લઈને જઈ રહેલા વાહન પર IED હુમલો થયો. હુમલાને લઈને સીએમ ભૂપેશ બઘેલે કહ્યું કે, નક્સલીઓને છોડવામાં નહીં આવે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. નક્સલીઓ વિરુદ્ધ અમારી લડાઈ અંતિમ ચરણમાં છે. યોજનાબદ્ધરીતે નક્સલવાદને જડથી ખતમ કરી દેવામાં આવશે.
ADVERTISEMENT
જાણકારી મુજબ, નક્સલીઓ અને જવાનો વચ્ચે હજુ પણ અથડામણ ચાલી રહી છે. આ હુમલા બાદ પોલીસે નક્સલીઓને ઘેરી લીધા છે. બંને વચ્ચે હજુ પણ અથડામણ ચાલી રહી છે. બતાવાઈ રહ્યું છે કે વધારે ફોર્સને બોલાવવામાં આવી છે.
ઓપરેશન માટે જઈ રહ્યા હતા જવાનો
જાણકારી મુજબ જવાન ઓપરેશન પર નીકળ્યા હતા. આ દરમિયાન નક્સલીઓએ અરનપુરના પાલનાર વિસ્તારમાં જવાનોથી ભરેલી ગાડીને IEDથી ઉડાવી દીધી. સ્થળ પર એમ્બ્યુલન્સ રવાના કરી દેવાઈ હોવાની ખબર છે.
આ હુમલાને લઈને રાજ્યના પૂર્વ સીએમ રમણ સિંહે ભૂપેશ બઘેલ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, દરેક હુમલા બાદ બઘેલ આ વાત કરે છે પરંતુ કોઈ મજબૂત પગલા નથી ઉઠાવાઈ રહ્યા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી રાજ્યો સાથે સમન્વય બનાવીને નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે, ત્યાં સુધી આ સમસ્યા ખતમ નહીં થાય.
ADVERTISEMENT