જ્ઞાનવાપી અંગે ASI એ સીલબંધ કવરમાં રિપોર્ટ રજુ કર્યો, પક્ષકારોને 21 ડિસેમ્બરે મળશે

વારાણસીમાં લાંબા સમયથી જ્ઞાનવાપી મસ્જિદ અંગેનો ચાલી રહ્યો છે વિવાદ હિન્દુ સંગઠનો દ્વારા આ મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ASI દ્વારા સીલબંધ કવરમાં…

gujarattak
follow google news
  • વારાણસીમાં લાંબા સમયથી જ્ઞાનવાપી મસ્જિદ અંગેનો ચાલી રહ્યો છે વિવાદ
  • હિન્દુ સંગઠનો દ્વારા આ મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
  • ASI દ્વારા સીલબંધ કવરમાં પોતાનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો

ASI submits Gyanvapi mosque survey report : જ્ઞાનવાપી પર વારાણસીની જિલ્લા કોર્ટમાં ASI દ્વારા સર્વે રિપોર્ટ રજુ કર્યો છે. આ અગાઉ મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરતા માંગ કરી હતી કે, રિપોર્ટને સીલબંધ કવરમાં રજુ કરવામાં આવે. ASI એ એવું જ કર્યું છે. સર્વે રિપોર્ટ સફેદ રંગના સીલબંધ કવરમાં રજુ કરવામાં આવ્યો હતો.

વારાણસીના ચર્ચિત જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે વારાણસીની જિલ્લા કોર્ટમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI દ્વારા સર્વે રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. રિપોર્ટને સફેદ રંગના સીલબંધ કવરમા રજુ કરવામાં આવ્યો છે. આ અગાઉ મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરવાની માંગ કરી હતી કે, રિપોર્ટને સીલબંધ કવરમાં રજુ કરવામાં આવે. મળતી માહિતી અનુસાર 21 ડિસેમ્બરે અરજદારને સુપ્રીમકોર્ટના આદેશની કોપીની સાથે ASI રિપોર્ટની કોપી પણ આપવામાં આવશે.

હિન્દુ પક્ષો દ્વારા કરવામાં આવ્યો વિરોધ

અત્રે ઉલ્લેખનીય છે કે, હિન્દુ પક્ષના સીનિયર વકીલ વિષ્ણુ શંકર જૈને કોર્ટમાં દાખલ સિલબંધ કવરમાં રિપોર્ટ રજુ થવાની પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે. કોર્ટમાં સીલ રિપોર્ટ રજુ કરવામાં આવે તે યોગ્ય નથી.

જિલ્લા જજની કોર્ટમાં સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ

જ્ઞાનવાપી પરિસરમાં થયેલા સર્વેનો રિપોર્ટ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સોમવારે જિલ્લા જજની કોર્ટમાં સીલબંધ કવરમાં રજુ કરવામાં આવ્યો. આ અગાઉ મુસ્લિમ પક્ષે આ અંગે કોર્ટમાં વિનંતી પત્ર આપ્યો હતો. રિપોર્ટ રજુ કરતા પહેલા મુસ્લિમ પક્ષે કોર્ટમાં આવેદન આપ્યું હતું. માંગ કરી હતી કે, વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં થયેલા સર્વેના રિપોર્ટ સીલબંધ કવરમાં ASI રજુ કરે. કહ્યું છે કે, વગર હલફનામાના કોઇને પણ રિપોર્ટ જાહેર કરવાનગી ન આપવામાં આવે.

11 ડિસેમ્બરે અધિકારી બિમાર પડતા રિપોર્ટ રજુ નહોતો થયો

ગત્ત 11 ડિસેમ્બરે ASI ની તરફથી કહેવામાં આવ્યું હતું કે, સુપ્રિટેન્ડિંગ આર્કિયોલોજિસ્ટ અવિનાશ મોહંતીને બ્લડ પ્રેશર અચાનક વધતા અને તબિયત લથડી જવાના કારણે કોર્ટમાં રજુ થઇને રિપોર્ટ રજુ કરી શકવા અસમર્થ છે. માટે રિપોર્ટ દાખલ કરવા માટે એક અઠવાડીયાનો સમય માંગવામાં આવ્યો હતો. જે અંગે જિલ્લા જજની કોર્ટે એક અઠવાડીયાનો સમય આપતા રિપોર્ટ દાખલ કરવા માટે 18 ડિસેમ્બરની તારીખ નક્કી કરી હતી.

    follow whatsapp