સુરતઃ ગુજરાત સરકારે ટ્રાફિક પોલીસને દિવાળી દરમિયાન 21 ઓક્ટોબરથી 27 ઓક્ટોબરની રાત સુધી ટ્રાફિકના નિયમો તૂટે તો દંડ નહીં કરવાની મંજૂરી આપી હતી. આ વાતની જાહેરાત ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. ગુજરાત સરકારના આ નિર્ણય અંગે AIMIMના વડા ઓવૈસીએ ટ્વીટ કર્યું કે, 2021માં ગુજરાતમાં 15,200 રોડ ટ્રાફિક અકસ્માતો થયા, જેમાં 7,457 લોકોએ જીવ ગુમાવ્યા. ભાજપ ગુજરાત સરકારનું આ રેવડી બોનસ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે.
ADVERTISEMENT
હર્ષ સંઘવીએ જાણો શું આપ્યો જવાબ
આ ટ્વીટ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં નામ લીધા વગર કહ્યું કે પહેલા 15-15 પોલીસકર્મીઓ ઊભા રહીને લાયસન્સ હેલ્મેટ માંગતા હતા. તમને બધાને આ નિયમનું પાલન કરાવે તે માટે પોલીસ વર્ષોથી સખત મહેનત કરી રહી છે. હવે આ જ પોલીસ તમને ફૂલ આપીને તમારા બાળકોની ચિંતા કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સરકાર તમારા માટે એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. ઘણા એવા નિર્ણયો છે જે ઘણા વિરોધી પક્ષો દ્વારા સહન કરવામાં આવતા નથી. તમે મને કહો, જો કોઈ મધ્યમવર્ગીય પરિવાર મધ્યમવર્ગના પરિવારમાંથી દીવો ખરીદે તો તેમાં કોઈ વિરોધ હોવો જોઈએ? જો આપણે કોઈને ફૂલ આપીને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાનું કહેતા હોઈએ તો એમાં ખોટું શું છે? જો અમે તમને એક અઠવાડિયા સુધી સજા ન કરીએ અને તમારા બાળકને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા યાદ અપાવવાની કોશિશ ન કરીએ તો તે સારી વાત છે કે ખરાબ? આ નિર્ણય યોગ્ય છે કે નહીં? તો ભાઈ ભૂપેન્દ્રભાઈનો આભાર માનવો જોઈએ કે નહીં? જો ભારતીય જનતા પાર્ટીએ તમારા માટે નિર્ણય લીધો છે, તો પછી અમારો આભાર માનવો કે નહીં? એવું ના વિચારો ભાઈ. તો આપ સૌને આપના પરિવાર સાથે દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઓવૈસીએ શું ટ્વીટ કર્યું
(વીથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ, સુરત)
ADVERTISEMENT