જ્યારે ઓર્ડર વધી જતા ZOMATO ના કરોડપતિ CEO પોતે ડિલીવરી કરવા પહોંચ્યા

નવી દિલ્હી : કોઇ પણ કામ નાનુ કે મોટું નથી હોતું. આ વાત જોમેટોના સીઇઓ દીપિંદર ગોયલે સાબિત કરી દેખાડી છે. નવા વર્ષ દરમિયાન જોમેટો…

gujarattak
follow google news

નવી દિલ્હી : કોઇ પણ કામ નાનુ કે મોટું નથી હોતું. આ વાત જોમેટોના સીઇઓ દીપિંદર ગોયલે સાબિત કરી દેખાડી છે. નવા વર્ષ દરમિયાન જોમેટો પર ફુટ ઓડર્સમાં વધારો થયો હતો તો કમાન જોમેટોના સીઇઓએ પોતે આપી દીધી છે. 31 ડિસેમ્બરે જોમેટો કંપનીના સીઇઓ દીપિંદર ગોયલ પોતે ફુડ ડિલિવરી કરવા પહોંચ્યા અને તેમણે આ અંગેની માહિતી પોતે જ ટ્વીટ કરીને આપી હતી.

લોકો નવા વર્ષની પાર્ટી ઉજવી રહ્યા હતા ત્યારે CEO પોતે ડિલીવરી કરી રહ્યા હતા
31 ડિસેમ્બરના દિવસે જ્યારે લોકો પાર્ટી માણી રહ્યા હતા ત્યારે જોમેટાના સીઇઓ ડિલીવરી બોયનું ટીશર્ટ પહેરીને ભોજનની ડિલીવરી ડોર ટુ ડોર કરી રહ્યા હતા. તેમણે પોતાના અનુભવને ટ્વીટર પર વર્ણવ્યો હતો. હાથમાં ઓર્ડરનું ભોજન લીધું અને ડિલીવરી કરવા પહોંચી ગયા. પહેલો ઓર્ડર તેમને ગુરુગ્રામ ખાતે જોમેટોની ઓફીસનો જ મળ્યો હતો. ત્યાર બાદ તેમણે 4 બીજી ડિલીવરી કરી હતી.

પોતાની જ કંપનીમાંથી પહેલો ઓર્ડર મળ્યો
જેમાં એક ફુડ ઓર્ડર એક વૃદ્ધ દંપત્તીનો હતો, જે પોતાના પુત્ર પૌત્ર સાથે ન્યૂયર ઉજવી રહ્યા હતા. તેની પહેલા તેમણે જોમેટોની ઓફીસની કેટલીક ઝલક પણ દેખાડી હતી. જેમાં ઓર્ડરની ડિલીવરી મુદ્દે તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ફુડ ડિલીવરી એપ જોમેટાએ નવા વર્ષે ફુડ ડિલીવરીનો નવો રેકોર્ડ બનાવી લીધો છે.

પોતાના અનુભવો પણ તેઓએ ટ્વીટર પર વર્ણવ્યો
કંપનીના સીઇઓએ 31 ડિસેમ્બરના ઓર્ડરના મુદ્દે લખ્યું કે આજે જેટલા ઓર્ડર અમે ડિલીવર કર્યા છે તે ફુડ ડિલીવરી સર્વિસના પહેલા 3 વર્ષના કુલ ઓર્ડર બરોબર છે. આજ જેટલા ઓર્ડર અમે ડિલીવર કર્યા તે ફુડ ડિલીવરી સર્વિસના 3 વર્ષના કુલ ઓર્ડર બરાબર છે. જ્યાં કંપનીએ એક રેકોર્ડ બનાવ્યો ત્યારે બીજી તરફ જોમેટોમાં એક વધારે મોટા રાજીનામાના સમાચાર સામે આવ્યા છે. કંપનીના કો ફાઉન્ડર મોહિત ગુપ્તા બાદ જોમેટોના કો ફાઉન્ડર અનેચીફ ટેક્નોલોજી ઓફીસર ગુંજન પાટીદારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કંપની દ્વારા શેરબજારમાં પણ આ અંગે માહિતી આપી છે.

    follow whatsapp