નવી દિલ્હી : મોનસુન સત્રમાં દિલ્હી સેવા બિલ અંગે લોકસભામાં ગુરૂવારે ચર્ચા થઇ રહી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની વાત કરતા આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસને અપીલ કરી કે તેઓ આ બિલનો વિરોધ ન કરે, કારણ કે બિલ પાસ થયા બાદ આમ આદમી પાર્ટી INDIA ગઠબંધનનો હિસ્સો નહી રહે.
ADVERTISEMENT
સંસદમાં ચર્ચા દરમિયાન અમિત શાહે જવાહરલાલ નેહરૂ, સરદાર પટેલ સહિત તમામ નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જેથી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી ઘણા ખુશ થયા હતા. તેમણે જવાબ આપતા કહ્યું કે, અમિત શાહે જવાહરલાલ નેહરૂના વખાણ કર્યા, જેને સાંભળીને તેમની ઇચ્છા થઇ કે, ગૃહમંત્રીને ખાંડ-મધ ખવડાવી દઉ. અત્રે ઉલ્લેખનીય છે કે, બિલ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું કે, દિલ્હીની સ્થાપના 1911 માં અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. 1919 અને 1935 માં બ્રિટિશ સરકારે ચીફ કમિશ્નર પ્રોવિન્સની નોટિફિકેશન આપી.
આઝાદી બાદ પટ્ટાભિ સીતારમૈયા કમિટીએ દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટેની અપીલ કરી, જો કે જ્યારે તેઓ સંવિધાન સભાની સામે આવ્યા ત્યારે પંડિત જવાહરલાલ નેહરૂ, સરદાર પટેલ, રાજાજી, રાજેન્દ્ર પ્રસાદ અને ડૉ.આંબેડકર જેવા નેતાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો અને કહેામાં આવ્યું કે તે યોગ્ય નહી કહેવાય કે, દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.
શાહના અનુસાર ત્યારે પંડિત નેહરૂએ કહ્યું કે, રિપોર્ટ આવ્યાના બે વર્ષ બાદ આજે વિશ્વ બદલાઇ ચુક્યું છે, ભારત બદલાઇ ચુક્યું છે, એવામાં તેને સ્વિકાર કરવામાં આવી શકે નહી. તેનો સ્વિકાર કરવો વાસ્તવિકતાથી મોઢુ ફેરવવા જેવું હશે. શાહે વિધેયકના વિરોધ કરનારા કોંગ્રેસ સભ્યોને કહ્યું કે, આજને તેઓ જેના વિરોધ કરી રહ્યા છે તેની ભલામણ પંડિત નેહરૂએ કરી હતી. તેમણે કહ્યું કે, 1993 બાદ દિલ્હીમાં ક્યારે પણ કોંગ્રેસ અને ક્યારે ભાજપની સરકાર આવી અને બંન્નેમાંથી કોઇ દળે બીજા વિપક્ષની સાથે ઝગડો નથી કર્યો પરંતુ 2015 માં એવી સરકાર આવી જેનો ઇરાદો સેવા નહી પરંતુ ઝગડો કરવાનો હતો.
શાહે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં રહેલી દિલ્હી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, વાસ્તવમાં તેમનો ઇરાદો કાયદો વ્યવસ્થા અને સ્થાનાંતરણ પર નિયંત્રણ નહી પરંતુ વિજિલન્સને નિયંત્રણમાં લઇને બંગલાનું અને ભ્રષ્ટાચારનું સત્ય છુપાવવાનો છે. નેહરૂનો ઉલ્લેખ આવતા જ ચૌધરીએ કહ્યું કે, જ્યારે અમિત શાહ કોંગ્રેસના વખાણ કરી રહ્યા હતા ત્યારે મને ઇચ્છા થઇ કે તેમને ખાંડ કે મધ તેમને ખવડાવી દઉ. જો કે તુરંત જ શાહે કહ્યું કે, મે નેહરૂના વખાણ નથી કર્યા પરંતુ તેમણે જે કહ્યું તેનો ઉલ્લેખ કર્યો. જો તેને વખાણ માનવામાં આવે તો મને કોઇ વિરોધ નથી.
ADVERTISEMENT