નવી દિલ્હી : 2024ની લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક વર્ષ બાકી છે. ભાજપ દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી પણ પુરજોરમાં ચાલી રહી છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં જ કરવામાં આવેલા અલગ અલગ સર્વેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ થાય છે કે ભાજપ પાસે હાલ તો સૌથી મોટી લીડ છે. ભાજપ ત્રીજી વાર સત્તામાં આવે તેવી શક્યતા મહત્તમ છે. જેને અપનાવવાથી વિપક્ષ બહુમતનો આંકડો પ્રાપ્ત કરી શકે છે.
ADVERTISEMENT
ચૂંટણી પર નજર રાખતી સંસ્થાએ કર્યો ચોંકાવનારો દાવો
ચૂંટણીઓ પર બારીક નજર રાખતી સંસ્થા CSDSના ડેટા પરથી જાણવા મળ્યું કે જો ભાજપ સિવાય અન્ય તમામ પક્ષો સાથે મળીને ચૂંટણી લડે છે તો તેઓ ખુબ જ સરળતાથી આંકડો પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત ભાજપને પણ સરકાર બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભાજપ માટે તો આગામી લોકસભા ચૂંટણીમાં આ પક્ષોને સરળતાથી બહુમતી મળી જશે. CSDSએ ગયા વર્ષે તમામ પક્ષોની બેઠકો અને વોટ ટકાવારીના આધારે ગણતરી કરી હતી. જેના આધારે તેણે આ રિપોર્ટ બહાર પાડ્યો છે. સીએસડીએસના ડેટા અનુસાર, “જો ભાજપ સિવાય તમામ પક્ષો સાથે મળીને ચૂંટણી લડે છે તો ભાજપ માત્ર 235-240 બેઠકો પર સમેટાઇ શકે છે. જ્યારે વિપક્ષને 300-305 બેઠકો મળશે તેવી સંભાવના છે. તેવામાં સ્પષ્ટ રીતે UPA સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી રહી છે.
2019 ની લોકસભાના આંકડાઓના અભ્યાસ બાદ લેવાયો નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 303 અને વિપક્ષી પાર્ટીઓને 236 બેઠકો મળી હતી. CSDS એ આ આંકડો છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને અન્ય પક્ષોના મતની ટકાવારીના આધારે મેળવ્યો હતો. ત્યારબાદ કહ્યું કે, જો વિપક્ષના પાંચ ટકા વોટ અન્ય પાર્ટીને જાય છે તો ભાજપની સીટો 242-247 વચ્ચે પહોંચી જશે. વિપક્ષની સીટો 290-295 સીટો વચ્ચે મળી શકે છે. બીજી તરફ ચૂંટણી વિશ્લેષકોએ કહ્યું કે, જો ભાજપને પડકાર આપવો હોય તો અન્ય પાર્ટીઓએ એક થવું પડશે. આ સ્થિતિમાં ભાજપને હરાવી શકે છે. જો કે વિપક્ષમાં પણ આંતરિક વિખવાદો ખુબ જ મોટા પ્રમાણમાં છે.
ADVERTISEMENT