સ્વચ્છતા અભિયાન અંતર્ગત PM મોદીએ કર્યું શ્રમદાન, કોણ છે અંકિત બૈયનપુરિયા

Swachh Bharat Mission : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબર, 2014 ના રોજ ગાંધી જતંયતીના પ્રસંગે સ્વચ્છ ભારત મિશન શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે એક…

ankit baiyanpuria with PM Modi

ankit baiyanpuria with PM Modi

follow google news

Swachh Bharat Mission : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબર, 2014 ના રોજ ગાંધી જતંયતીના પ્રસંગે સ્વચ્છ ભારત મિશન શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે એક વીડિયો ઇશ્યું કર્યો છે.

Swachh Bharat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વચ્છતા અભિયાન અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમને સ્વચ્છતા અભિયાન હેઠળ શ્રમદાન કરતા જોઇ શકાય છે. વીડિયોમાં 75 ડે હાર્ડ ચેલેન્જ પુર્ણ કરનારા હરિયાણાના અંકિત બૈયનપુરિયા પણ છે, જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ છે. બંન્ને સફાઇ કરતા ઝાડુ લગાવતા જોઇ શકાય છે.

પીએમ મોદી જ્યારે 2014 માં પહેલીવાર બન્યા હતા. તેમણે તે વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી. આ અભિયાન હેઠળ લોકોને પોતાની આસપાસના સ્થળોને સાફ રાખવાનું કહેવામાં આવે છે. લોકોને અપીલ છે કે, તેઓ ન માત્ર પોતાના આસપાસના સ્થળો સાફ રાખે પરંતુ પર્યાવરણની સુરક્ષા પણ કરે. પ્રતિ વર્ષ ગાંધી જયંતી પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થાય છે.

Today, as the nation focuses on Swachhata, Ankit Baiyanpuriya and I did the same! Beyond just cleanliness, we blended fitness and well-being also into the mix. It is all about that Swachh and Swasth Bharat vibe! @baiyanpuria pic.twitter.com/gwn1SgdR2C

— Narendra Modi (@narendramodi) October 1, 2023

વડાપ્રધાને સ્વચ્છ અને સ્વસ્થ ભારતની વાત

બીજી તરફ વડાપ્રધાન મોદીએ વીડિયો શેર કરતા લખ્યું કે, આજે જ્યારે દેશ સ્વચ્છતા પર ધ્યાન આપી રહ્યા છે, તો આ પ્રસંગે મે અને અંકિત બૈયનપુરિયાએ પણ એવું જ કર્યું. સ્વચ્છતા ઉપરાંત અમે ફિટનેસ અને માનસિક સ્વસ્થતાનો પણ સમાવેશ કર્યો છે. આ બધુ જ સ્વચ્છ અને સ્વસ્થ ભારતની ભાવના અંગેનું છે. વીડિયોમાં પીએમ મોદીને ગમછો લપેટેલા પણ જોઇ શકાય છે. એક્સ પર શેર કરેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઇ ચુક્યા છે.

વીડિયોમાં અંકિત બૈયનપુરા પણ જોવા મળે છે

વીડિયોની શરૂઆતમાં પીએમ મોદી કહે છે કે, રામ રામ સારયાને પછી તેઓ અંકિતના હાલચાલ અંગે પુછે છે. પછી કહે છે કે, આજે અમે તમારી પાસેથી ઘણુ શીખીશું. વીડિયોમાં બંન્ને સાફ સફાઇ કરતા જોઇ શકાય છે. પીએમ મોદી અંકિતને પુછે છે કે, ફિટનેસ માટે તમે આટલી મહેનત કરો છો. તેમાં આ સ્વચ્છતા અભિયાનમાં કઇ રીતે મદદ મળી શકશે? તેના જવાબમાં અંકિત કહે છે કે, વાતાવરણને સ્વચ્છ રાખવું આપણું કર્તવ્ય છે. જો વાતાવરણ સ્વચ્છ રહેશે, ત્યારે જ આપણે સ્વસ્થ રહીશું.

પીએમ મોદીએ લોકોને શારીરિક અને માનસીક સ્વસ્થતા અંગે પણ કરી અપીલ

પીએમ મોદી અંકિતને પુછે છે કે, સોનિપત ગામમાં સ્વચ્છતા અંગે લોકોનું વલણ કેવું છે. આ અંગે અંકિત જણાવે છે કે, હવે લોકો તે પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું છે. પીએમ અંકિતને તેમની ફિઝિકલ એક્ટિવિટિ અંગે પણ સવાલ પુછે છે. વડાપ્રધાન મોદી પુછે છે કે, તમે તમારી ફિઝિકલ એક્ટિવિટી માટે કેટલો સમય આપો છો. તેના જવાબમાં અંકિતે જણાવ્યું કે, તેઓ દિવસમાં ચારથી પાંચ કલાક એક્સરસાઇઝ કરે છે. તેનાથી પણ પ્રેરિત છે.

    follow whatsapp