નવી દિલ્હી : પાકિસ્તાનના જેવલિન થ્રોઅર (ભાલાફેંક)અરશદ નદીમે કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. અરશદે ભારતીય જેવલિન થ્રોઅર નીરજથી પણ એક ડગલું આગળ વધતા 90 મીટર કરતા પણ લાંબો થ્રો કરીને ગોલ્ડ પર કબ્જો જમાવ્યો હતો. જ્યારે નીરજ 89.94 મીટર દુર ભાલો ફેંક્યો હતો. અરશદ નદીમે ઇજા હોવા છતા કોમનવેલ્થમાં 90.18 મીટર દુર ભાલો ફેંકતા ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જ્યારે નીરજનું સપનું 90 મીટર દુર ભાલો ફેંકવાનું રહ્યું છે.
ADVERTISEMENT
રમતમાં ફરી એકવાર રાજકારણ આવી ગયું
જો કે નદીમે એક નિવેદને ફરી એકવાર રમતમાં રાજકારણ ઘુસી ગયું છે. નદીમે એક નિવેદનમાં જણાવ્યું કે, તેઓ કોમનવેલ્થમાં 95 મીટર દુર ભાલો ફેંકવા માંગતા હતા પરંતુ ઇજાના કારણે તેઓ આટલે દુર સુધી ભાલો ફેંકી શક્યા નહી. જો કે નદીમે કહ્યું કે, હવે મારો ટાર્ગે ગોલ્ડ મેડલ જીતવાનો નથી. મારો ટાર્ગેટ છે જેવલીનમાં વર્લ્ડરેકોર્ડ તોડવાનો છે.
પાકિસ્તાનના ખેલાડીએ વર્લ્ડ રેકોર્ડ તોડવાનો ટાર્ગેટ મુક્યો
અત્રે નોંધનીય છે કે, જર્મનીના જાન જેલેજનીએ 25 મે 1996 ના રોજ 98.48 મીટર દુર ભાલો ફેંક્યો હતો. આટલો દુર સુધી કોઇ ભાલો ફેંકી શક્યું નથી. જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે. હાલ તેઓ આ વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે ખુબ જ આકરી પ્રેક્ટિસ કરી રહ્યો હોવાનુ પણ જણાવ્યું હતું. આ જાહેરાત બાદ નીરજ ચોપડા માટે થોડુ ટેન્શન પેદા થઇ ગયુ છે. નીરજને હવે જો ભવિષ્યમાં મોટી ટુર્નામેન્ટમાં નદીમથો તાગ મેળવવો હોય તો તેના કરતા પણ વધારે દુર ભાલો ફેંકવો પડશે.
ADVERTISEMENT